JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

થાઈલેન્ડ ટ્રીપમાં મગરનું માંસ ખાવાનો વીડિયો વાયરલ થતાં MPના મ્યુનિસિપલ ઓફિસર મુશ્કેલીમાં

Oct 25, 2026 | 20:09 | By JAMNAGAR MIRROR
થાઈલેન્ડ ટ્રીપમાં મગરનું માંસ ખાવાનો વીડિયો વાયરલ થતાં MPના મ્યુનિસિપલ ઓફિસર મુશ્કેલીમાં
ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી રાજકુમાર રાઠોડ પોતાની પત્ની સાથે થાઈલેન્ડ ફરવા ગયા હતા અને ત્યાં તેમણે મગરનું માંસ ખાધાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રજાઓ પર ગયા હોવા છતાં વિદેશ પ્રવાસની પરવાનગી ન લેવા બદલ હવે તેમની સામે ખાતાકીય તપાસ થઈ શકે છે.

થાઈલેન્ડની મજા માણવી એક સરકારી બાબુને ભારે પડી ગઈ છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારી રાજકુમાર રાઠોડ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યા છે. વાત એમ છે કે રાજકુમાર રાઠોડ પોતાની પત્ની સાથે થાઈલેન્ડની ટ્રીપ પર ગયા હતા. આ દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આ કપલ ત્યાં મગરનું માંસ ટેસ્ટ કરતું નજરે પડી રહ્યું છે. આ વીડિયો સામે આવતાની સાથે જ હોબાળો મચી ગયો છે અને હવે આ અધિકારી મુશ્કેલીમાં મુકાયા છે.

મળતી માહિતી મુજબ, રાજકુમાર રાઠોડ ગત 19 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી રજા પર હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારી નિયમો મુજબ કોઈ પણ અધિકારીએ વિદેશ પ્રવાસ પર જવાનું હોય ત્યારે સરકારી તંત્રને તેની જાણ કરવી ફરજિયાત હોય છે અને પરવાનગી લેવી પડે છે. આ બાબુએ પોતાની રજાઓ દરમિયાન વિદેશ જવાની કોઈને પણ ભનક સુદ્ધાં નહોતીવા દીધી અને ચૂપચાપ થાઈલેન્ડ પહોંચી ગયા હતા.

જ્યારે આ સમગ્ર મામલો મ્યુનિસિપલ કમિશનર અભિલાષ મિશ્રા સુધી પહોંચ્યો ત્યારે તેમણે આ કિસ્સાની ગંભીર નોંધ લીધી છે. કમિશનરના જણાવ્યા અનુસાર, કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીએ વિદેશ પ્રવાસ કરતા પહેલાં વહીવટી મંજૂરી લેવી અનિવાર્ય છે. જો આ કેસમાં નિયમોનો ભંગ થયો હોવાનું સાબિત થશે, તો સંબંધિત અધિકારી સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. હાલ તો આ વીડિયો વાયરલ થયા બાદ ઓફિસથી લઈને બહાર સુધી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે કે આ મગરનું માંસ ખાવાનો શોખ બાબુજીને કઈ હદ સુધી ભારે પડે છે.

LATEST ARTICLES