JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું - 'હવે વાતચીત કોની સાથે કરવી તે જ સમજાતું નથી'

Oct 25, 2026 | 18:50 | By JAMNAGAR MIRROR
ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું - 'હવે વાતચીત કોની સાથે કરવી તે જ સમજાતું નથી'

[અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક રેલીમાં ઈરાન પર કટાક્ષ કરતા જણાવ્યું કે ઈરાનમાં હવે કોઈ મોટા લીડર્સ બચ્યા નથી અને યુએસએ કોની સાથે નેગોશિએશન કરવું તે શોધવું મુશ્કેલ બન્યું છે. તેમણે કહ્યું કે ઈરાનના લેવલ-વન અને લેવલ-ટુના તમામ લીડર્સ ખતમ થઈ ગયા છે, અને હાલ આ નિવેદનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.]

રવિવારે યોજાયેલી એક પબ્લિક રેલીમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની હાલત પર કટાક્ષ કરતા કહ્યું કે હવે ઈરાનમાં કોઈ લીડર્સ બચ્યા જ નથી અને અમારે કોની સાથે વાતચીત (નેગોશિએશન) કરવી તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે. ટ્રમ્પે મજાકમાં કે કટાક્ષમાં એમ પણ કહ્યું કે, "તેમની પાસે કોઈ એરપ્લેન નથી, કોઈ શિપ્સ નથી, કોઈ લીડર્સ નથી, કશું જ નથી... તેમનો લેવલ-વન લીડર ગયો... તેમનો લેવલ-ટુ લીડર પણ ગયો... મારે હવે અટકવું પડશે, કારણ કે અમારે સમજવું પડશે કે અમે કોની સાથે ટેબલ પર બેસીને વાત કરી રહ્યા છીએ." ટ્રમ્પના આ નિવેદનનો વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

યુદ્ધના શરૂઆતના કેટલાક અઠવાડિયામાં જ અમેરિકા અને ઈઝરાઈલે એરસ્ટ્રાઈક્સ કરીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની સહિતના અનેક મોટા પોલિટિકલ અને મિલિટરી લીડર્સને ખતમ કરી દીધા હતા. આ હુમલાઓમાં નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જો કે તેઓ નિવેદનો તો બહાર પાડી રહ્યા છે, પણ હજુ સુધી જાહેરમાં સામે આવ્યા નથી. છેલ્લા 9 મહિનાથી સમયાંતરે આ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને હાલમાં હુમલાઓ થોડા સમય માટે અટકાવવામાં આવ્યા છે.

પરંતુ ટ્રમ્પ સતત એવા સંકેતો આપી રહ્યા છે કે 3 નવેમ્બરે યોજાનારી યુએસ મિડટર્મ ઈલેક્શન્સ પછી આ એરસ્ટ્રાઈક્સ ફરીથી શરૂ થઈ શકે છે. દુનિયાભરના દેશોને ટેન્શનમાં રાખતા ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાન પર આજે જ હુમલો કરવાના સવાલ પર 'મેબી' (શક્ય છે) જેવો ગોળગોળ જવાબ આપીને દુનિયાને અસમંજસમાં મૂકી દીધી છે. આટલું જ નહીં, પરિસ્થિતિને વધુ મજબૂત કરવા માટે અમેરિકાએ ત્રીજું એરક્રાફ્ટ કેરિયર ગ્રુપ તેમજ 10,000 સેલર્સ અને મરીન્સને પણ તૈનાત કરી દીધા છે.

LATEST ARTICLES