અમેરિકાની રાજનીતિમાં હવે ભારતીય ચહેરાઓનો દબદબો સતત વધી રહ્યો છે. તાજેતરમાં જ ભારતીય મૂળના પિયા ડાંડિયાએ ફ્લોરિડાની ઓપન હાઉસ સીટ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભારતીય સમુદાયમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આગામી મિડટર્મ ચૂંટણી માટે ભારતીય મૂળના પિયા ડાંડિયાએ ફ્લોરિડાની ઓપન હાઉસ સીટ પરથી પોતાની દાવેદારી નોંધાવી છે. વિદેશની ધરતી પર ભારતીયો હવે માત્ર નોકરી કે બિઝનેસ પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ દેશની સર્વોચ્ચ નીતિ નિર્માણ સંસ્થાઓ સુધી પહોંચવા માટે મેદાને ઉતરી રહ્યા છે. પિયા ડાંડિયાનું આ પગલું પણ એટલા માટે ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે તે સ્થાનિક મુદ્દાઓ સાથે જનતા વચ્ચે મજબૂત પકડ ધરાવે છે.
આ ચૂંટણી જંગ બિલકુલ સરળ નથી રહેવાની, પરંતુ પિયા ડાંડિયાનો ઉત્સાહ અને તેમનો એજન્ડા સામાન્ય જનતાનું ધ્યાન ખેંચી રહ્યો છે. ફ્લોરિડા જેવા મહત્વના રાજ્યમાં હાઉસ સીટ માટે જામી રહેલો આ જંગ હવે રોચક વળાંક પર પહોંચ્યો છે. પ્રચાર દરમિયાન તેઓ હેલ્થકેર, શિક્ષણ અને સ્થાનિક ડેવલપમેન્ટ જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અમેરિકામાં વસતા ભારતીયો માટે પણ આ ગર્વની ક્ષણ છે કારણ કે ચૂંટણી મેદાનમાં ઉતરેલા આ નેતા પાસે સમુદાયના પ્રશ્નોને યોગ્ય વાચા આપવાની ક્ષમતા છે.
ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ પણ વધતો જાય છે. પિયા ડાંડિયાના આ અભિયાન પર માત્ર ફ્લોરિડા જ નહીં, પરંતુ પૂરા દેશની નજર ટકેલી છે. સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમને જીત માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ કસાટી ભરેલા ચૂંટણી જંગમાં ભારતીય મૂળના પિયા ડાંડિયા મતદારોનો કેટલો વિશ્વાસ જીતી શને છે.
