JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

મોબાઈલની દુકાનમાં ઘુસીને દુકાનદારને ભેટી પડ્યો વાંદરો, મનમોહક વીડિયો ઇન્ટરનેટ પર છવાયો

Oct 25, 2026 | 15:55 | By JAMNAGAR MIRROR
મોબાઈલની દુકાનમાં ઘુસીને દુકાનદારને ભેટી પડ્યો વાંદરો, મનમોહક વીડિયો ઇન્ટરનેટ પર છવાયો

સોશિયલ મીડિયાની રંગીન દુનિયામાં દરરોજ અ અનેક પ્રકારના વીડિયો સામે આવતા હોય છે, જેમાંથી કેટલાક વીડિયો આપણા ચહેરા પર સ્મિત લાવી દે છે. હાલમાં ઇન્ટરનેટ પર એક એવો જ અત્યંત આશ્ચર્યજનક અને હૃદયસ્પર્શી વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. આ વાયરલ ફૂટેજમાં એક વાંદરો અચાનક એક મોબાઈલ રિપેરિંગની દુકાનની અંદર પ્રવેશતો નજરે પડે છે. સામાન્ય રીતે જંગલી પ્રાણીઓને જોઈને લોકો ડરી જતા હોય છે અથવા તેમનાથી દૂર ભાગતા હોય છે, પરંતુ આ કિસ્સામાં કંઈક એવું અદ્ભુત બને છે જેની કલ્પના કોઈએ પણ નહોતી કરી.

આ વાયરલ થયેલા સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દુકાનની અંદર એક વ્યક્તિ કાઉન્ટરની પાછળ પોતાની ખુરશી પર બેસીને મોબાઈલ ફોનમાં મશગૂલ છે અને ખૂબ ધ્યાનથી ગેમ રમી રહ્યો છે. આ દરમિયાન અચાનક એક મોટો વાંદરો કાઉન્ટર કૂદીને દુકાનની અંદર આવી જાય છે. પ્રાણીને અચાનક સામે જોતાં જ દુકાનની નજીક ઊભેલો અન્ય એક વ્યક્તિ તો ગભરાઈને તરત જ બહાર ભાગી છૂટે છે. જોકે, કાઉન્ટર પર બેઠેલો મુખ્ય દુકાનદાર પોતાના મોબાઈલ ફોનની સ્ક્રીનમાં એટલો બધો તલ્લીન હોય છે કે તેને શરૂઆતમાં ખબર જ નથી પડતી કે તેની બરાબર પાછળ કોઈ અણધાર્યો મહેમાન આવી ગયો છે.

થોડી જ ક્ષણોમાં જ્યારે દુકાનદારની નજર વાંદરા પર પડે છે, ત્યારે તે ક્ષણભર માટે ચોંકી જાય છે અને સ્તબ્ધ થઈ જાય છે. પરંતુ ત્યારબાદ જે દ્રશ્ય સામે આવે છે તે સૌને મંત્રમુગ્ધ કરી દે તેવું છે. કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવા કે હુમલો કરવાના બદલે, આ વાંદરો સીધો દુકાનદારની ખૂબ જ નજીક જાય છે અને તેને પ્રેમથી ભેટી પડે છે. દુકાનદાર પણ આ અણધારી આલિંગનથી થોડીવાર માટે અસમંજસમાં મુકાઈ જાય છે, પરંતુ તે પૂરતી સાવધાની અને શાંતિ જાળવે છે. વાંદરો પણ શાંતિથી તેની બાજુમાં જ બેસી જાય છે.

માનવી અને પ્રાણી વચ્ચેના આ અનોખા પ્રેમ અને ભાઈચારાના આ દ્રશ્યને સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને મોટા પ્રમાણમાં શેર કરી રહ્યા છે અને અનેક પ્રકારની સુંદર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો તેને કુદરતી સ્નેહ માની રહ્યા છે તો કેટલાકનું માનવું છે કે આ કોઈ જૂનો પરિચય પણ હોઈ શકે છે. જોકે, આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અજાણ છે, પરંતુ આ દશ્ય દરેક જોનારનું દિલ જીતી રહ્યું છે.

LATEST ARTICLES