JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ભાવનગરની શદીઓ જૂની પરંપરાઃ શરદ પૂર્ણિમાના પાવન અવસરે અહીં થાય છે ઊંધિયાની વિશેષ ઉજવણી

Oct 25, 2026 | 13:40 | By JAMNAGAR MIRROR
ભાવનગરની શદીઓ જૂની પરંપરાઃ શરદ પૂર્ણિમાના પાવન અવસરે અહીં થાય છે ઊંધિયાની વિશેષ ઉજવણી

ગુજરાતભરમાં શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીના શીતળ અજવાળામાં દૂધ અને પૌંઆ આરોગવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પરંપરાગત રીતરસમો સાથે તહેવાર ઉજવાય છે, પરંતુ સૌરાષ્ટ્રનું એક મહત્ત્વપૂર્ણ શહેર એવું છે જ્યાં દૂધ-પૌંઆ કરતાં 'ઊંધિયા'ની વિશેષ બોલબાલા રહે છે. આ અનોખી પરંપરા આજકાલની નહીં પરંતુ પૂરી એક સદી એટલે કે આશરે સો વર્ષ જૂની છે. ભાવનગર શહેરની વાત કરીએ તો અહીં શરદ પૂર્ણિમાનો તહેવાર નજીક આવતાં જ ઘેરઘેર અને બજારોમાં ઊંધિયાની મનમોહક સોડમ ફેલાવા લાગે છે. સ્થાનિક નાગરિકો વર્ષોથી આ પરંપરાગત વારસાને ઉત્સાહભેર જાળવી રાખતા આવ્યા છે.

સમયની સાથે આ પરંપરાએ વ્યવસાયિક સ્વરૂપ પણ ધારણ કર્યું છે, જેમાં જાણીતા મીઠાઈના વેપારીઓનું મોટું યોગદાન રહ્યું છે. આશરે એક સદી પહેલાં શરૂ થયેલા આ સ્વાદિષ્ટ વ્યવસાયને હવે ચોથી પેઢી આગળ ધપાવી રહી છે. ભાવનગરથી શરૂ થયેલી આ ખાધ્ય સંસ્કૃતિનો વ્યાપ હવે અન્ય મહાનગરો સુધી પણ વિસ્તર્યો છે. ઉત્તમ ગુણવત્તાવાળા શાકભાજી અને સ્વાદિષ્ટ મુઠિયાંનું અદ્ભુત મિશ્રણ આ વાનગીને ખાસ બનાવે છે. તહેવારના દિવસોમાં બજારોમાં જામતી ભીડ અને ગૃહિણીઓની પડાપડી સાબિત કરે છે કે આ તહેવાર લોકોના સાંસ્કૃતિક જીવનનો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે.

જોકે, આ વર્ષે આ સો વર્ષ જૂની ઉજવણીના રંગમાં મોંઘવારીનું વિઘ્ન નડી રહ્યું છે. ઊંધિયું બનાવવા માટે જરૂરી એવા તમામ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. બટાકા, ટામેટાં, સરગવો, ટીંડોળા, ભીંડા અને રીંગણાંના ભાવોમાં થયેલા ભારે વધારાને કારણે સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને લસણ તેમજ સીંગતેલ, મસાલા અને રાંધણ ગેસના વધતા ખર્ચની સીધી અસર આ વાનગી તૈયાર કરવા પર પડી રહી છે. મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન મોંઘા થવાથી તૈયાર ઊંધિયાના ભાવ પણ વધ્યા છે. છતાં ભાવનગરના નાગરિકોનો ઉત્સાહ જરાય ઘટ્યો નથી અને તેઓ પરંપરાગત ઉમંગ સાથે આ તહેવાર ઉજવવા સજ્જ છે.

LATEST ARTICLES