JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધી રહેલા ગંભીર વાવાઝોડાને લઈને ઓડિશા સરકાર એલર્ટ, તંત્ર દ્વારા તૈયારીઓ તેજ

Oct 25, 2026 | 12:40 | By JAMNAGAR MIRROR
આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધી રહેલા ગંભીર વાવાઝોડાને લઈને ઓડિશા સરકાર એલર્ટ, તંત્ર દ્વારા તૈયારીઓ તેજ

ઓડિશામાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા એક અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુરક્ષા અને બચાવ કાર્યની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. સંભવિત ખતરાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી માનવબળ અને સંસાધનોને કામે લગાડવામાં આવ્યા છે. કુદરતી આપદાની આ સ્થિતિને ગંભીરતાથી લઈને સરકારે કોઈપણ પ્રકારનીી ચૂકના થાય તે માટે આગોતરા પગલાં લેવાનું શરૂ કર્યું છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તમામ સરકારી અધિકારીઓની રજાઓ રદ કરવાનો આદેશ આપ્યો છે, જેથી આપત્તિના સમયમાં રાહત અને બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણી અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ ફૂંકાતા તોફાની પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે વિશેષ માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

સંભવિત પ્રભાવિત વિસ્તારોના તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વાવાઝોડા આશ્રયસ્થાનોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે માનવજીવનનું રક્ષણ કરવું એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈપણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ છે. આ તકે વહીવટી તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

LATEST ARTICLES