JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

યુરોપમાં મોંઘવારી અને રાજકીય અસંતોષને લઈ વ્યાપક વિરોધ પ્રદર્શન, ફ્રાન્સ અને ઇટાલી સહિતના દેશોમાં ઘર્ષણ

Oct 25, 2026 | 06:45 | By JAMNAGAR MIRROR
યુરોપમાં મોંઘવારી અને રાજકીય અસંતોષને લઈ વ્યાપક વિરોધ પ્રદર્શન, ફ્રાન્સ અને ઇટાલી સહિતના દેશોમાં ઘર્ષણ

યુરોપના ચાર પ્રમુખ દેશો ફ્રાન્સ, ઇટાલી, બેલ્જિયમ અને અલ્બેનિયામાં વધતી જતી મોંઘવારી, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઊંચા ભાવ, શિક્ષણ માટેનું અપૂરતું ભંડોળ અને રાજકીય નેતૃત્વની નિષ્ફળતા સામે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. શનિવારના રોજ આ તમામ દેશોના મુખ્ય શહેરોમાં હજારોની સંખ્યામાં નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. નાગરિકોની આ આર્થિક હાલાકી અને પાયાની સુવિધાઓના અભાવે સમગ્ર યુરોપિયન ક્ષેત્રમાં રાજકીય હલચલ મચાવી દીધી છે અને પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે.

આ પ્રદર્શનો દરમિયાન અનેક સ્થળોએ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી અને પ્રદર્શનકારીઓ તથા સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ટીઝર ગેસ, વોટર કેનન અને વધારાના સુરક્ષા જવાનોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સૌથી મોટું જનઆંદોલન ફ્રાન્સમાં જોવા મળ્યું હતું, જ્યાં શ્રમિકો અને યુવાનોએ સરકારની નીતિઓ સામે મોરચો ખોલ્યો હતો. આ ઉપરાંત, અલ્બેનિયામાં દેશના વડા પ્રધાન એડી રામાની સરકાર સામે જૂનો આક્રોશ ફરી ભભૂકી ઉઠ્યો હતો અને પ્રદર્શનકારીઓએ વડા પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી.

વધતી મોંઘવારી અને જાહેર સેવાઓમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. નિષ્ણાતોના મતે, યુરોપના આ દેશોમાં વર્તમાન સરકારો માટે જાહેર વ્યવસ્થા જાળવવી અને જનતાનો વિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરવો એક મોટો પડકાર બની ગયો છે. જો આગામી દિવસોમાં આર્થિક સુધારા અને જનહિતના પગલાં નહીં ભરાય, તો આ પ્રકારના વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બનવાની પૂરેપૂરી સંભાવના છે, જેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

LATEST ARTICLES