રાજકોટ જિલ્લાના આટકોટ પંથકમાં માનવતાને શરમમાં નાખતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ખેત મજૂર પરિવારની સત્તર વર્ષીય સગીર પુત્રીને અપહરણ કરી તેના પર બે શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે ભોગ બનનાર સગીરાના કાકાની ફરિયાદના આધારે પોલીસે ગેંગ રેપ અને પોક્સો કાયદા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરાનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને હાલ આટકોટ નજી આવેલા ઈશ્વરીયા ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરે છે. ગત એકાવીસ તારીખની રાત્રે પરિવારના સભ્યો જમીને સૂઈ ગયા હતા, અને બીજા દિવસે સવારે જાગીને જોતા સગીર ભત્રીજી ઘરમાં મળી આવી ન હતી. પરિવારે આસપાસના વિસ્તારમાં તેની વ્યાપક શોધખોળ આદરી હતી. થોડા સમય બાદ સગીરા જાતે જ ઘરે પરત ફરી હતી અને તેણે પોતાની પર વીતેલી આપવીતી પરિવારજનોને જણાવી હતી, જેને સાંભળીને સૌના હોશ ઉડી ગયા હતા અને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
સગીરાએ જણાવ્યું હતું કે મૂળ ગામની બાજુના ગામનો અને હાલ જસદણ પંથકમાં રહેતો મનસુખ નાનકા ભુરીયા અગાઉથી તેના સંપર્કમાં હતો અને સગાઈ કરવાના બહાના બનાવતો હતો. ઘટનાની રાત્રે મનસુખ ભુરીયા અને રાકેશ દેવકા નામના બે શખ્સો મોટરસાઈકલ લઈને વાડીએ આવ્યા હતા અને સગીરાને બળજબરીપૂર્વક બાઈકમાં બેસાડીને બાબરા પંથક તરફ અપહરણ કરી ગયા હતા. ત્યાંત ૧ અવાવરું જગ્યાએ લઈ જઈને બંને આરોપીઓએ પોતાની પશુવૃત્તિ સંતોષી સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેને ત્યાં જ મૂકીને નાસી છૂટ્યા હતા. સગીરા યેનકેન પ્રકારે વાહનો બદલીને ઘરે પહોંચી હતી અને હકીકત જણાવી હતી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
