JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

મવડી રામધણ આશ્રમના સંચાલકો સામે કરોડોની જમીન બાબતે લેન્ડ ગ્રેબિંગની ગંભીર ફરિયાદ

Oct 24, 2026 | 15:20 | By JAMNAGAR MIRROR

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી રાધે પાર્ક સોસાયટીના કોમન પ્લોટના કબજા અને ઉપયોગને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. સોસાયટીની માલિકીની કિંમતી જમીન પર કથિત રીતે ગેરકાયદેસર દબાણ કરીને લોખંડનો શેડ ઊભો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે સોસાયટી દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો સામે આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા રેવન્યુ સર્વે નંબરની જમીન પર પ્લોટ આવેલા છે. જેની બજાર કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. સોસાયટીના સભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ આશ્રમ સાથે સંકળાયેલા સંચાલકો અને તેમના દ્વારા કોમન પ્લોટની જગ્યા પર દબાણ કરીને લોખંડનો શેડ બનાવવામાં આવ્યો છે અને આ જગ્યાનો બિનઅધિકૃત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અગાઉ આશ્રમના મહંત અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

સોસાયટી દ્વારા આપવામાં આવેલી નોટિસ છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા અને વિવાદિત જગ્યાનો કબજો પરત ન મળતા આખરે કાયદાકીય માર્ગ અપનાવવો પડ્યો હતો. કલેક્ટર સમક્ષ રજૂ કરાયેલી આ અરજી બાદ તંત્ર દ્વારા પ્રાથમિક તપાસના ભાગરૂપે પક્ષકારોના નિવેદનો નોંધવાની સાથે વિવાદિત સ્થળ પર પંચરોજકામની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જોકે આ પ્રક્રિયાત્મક પગલું હોવાથી અંતિમ નિર્ણય સક્ષમ સત્તાધિકારી દ્વારા ઉપલબ્ધ પુરાવા અને દસ્તાવેજોના આધારે લેવામાં આવશે.

LATEST ARTICLES