દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ચૂકી છે અને લાખો નાગરિકો ઉત્સાહપૂર્વક વાર્ષિક ખરીદી કરી રહ્યા છે. કોઈપણ તહેવારોની ખરીદી વિશેષ ડિસ્કાઉન્ટ, છૂટ અને કેશબેક વગર અધૂરી ગણાય છે જે વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા પૂરા પાડવામાં આવતા ક્રેડિટ કાર્ડ દ્વારા મળી રહે છે. યોગ્ય કાર્ડ પસંદ કરતી વખતે માત્ર પ્રસ્તાવ કે ઓફર જોવી પૂરતી નથી, પરંતુ વાર્ષિક શુલ્ક, રિવોર્ડ માળખું, ખર્ચની શરતો અને બિલિંગ ચક્ર વિશે પણ પૂરતી જાણકારી હોવી આવશ્યક છે. નિષ્ણાતોના મતે, ગ્રાહકોએ એવું કાર્ડ પસંદ કરવું જોઈએ જે તેમની ખર્ચ કરવાની ટેવ સાથે મેળ ખાતું હોય અને બિનજરૂરી દેવું કર્યા વગર વાસ્તવિક બચત કરાવતું હોય.
ઓનલાઈન ખરીદીના શોખીનો માટે બજારમાં અ અનેક વિકલ્પો ઉપલબ્ધ છે જે આકર્ષક લાભ આપે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું કેશબેક કાર્ડ ઓનલાઈન ખર્ચ પર પાંચ ટકા અને ઓફલાઈન ખર્ચ પર એક ટકા કેશબેક આપે છે. એચએસબીસી લાઈવ પ્લસ કાર્ડ ખાણીપીણી અને ખરીદી પર દસ ટકા સુધીનું પ્રીમિયમ કેશબેક પ્રદાન કરે છે. એચડીએફસી મનીબેક પ્લસ અને મિલેનિયા કાર્ડ્સ પણ લોકપ્રિય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વિશેષ પોઈન્ટ્સ અને પાંચ ટકા સુધીની છૂટ આપે છે. આ ઉપરાંત એમેઝોન પે આઈસીઆઈસીઆઈ અને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક જેવા સહ-બ્રાંડવાળા કાર્ડ્સ પણ અમર્યાદિત રિવોર્ડ પોઈન્ટ્સ અને ઉત્તમ કેશબેક ઓફર કરે છે. બોબ કાર્ડ કેશબેક પણ રોજબરોજના ખર્ચ પર વિશેષ લાભ આપે છે.
માત્ર ચેકઆઉટ વખતે મળતું ડિસ્કાઉન્ટ જોઈને ખુશ થઈ જવું પૂરતું નથી કારણ કે છાના શુલ્ક આપણી બચત પર પાણી ફેરવી શકે છે. જોડાણ ફી, વાર્ષિક ચાર્જ, વિલંબિત ચુકવણી દંડ અને માસિક વ્યાજ દર જેવી બાબતોની અગાઉથી ગણતરી કરી લેવીી જોઈએ. કોઈપણ તહેવારની ઓફરનો લાભ ત્યારે જ સાચા અર્થમાં મળે છે જ્યારે તમે એવી વસ્તુ ખરીદો જેની તમને ખરેખર જરૂર હોય. સમયસર બિલની ચુકવણી કરીને અને શરતોને બરાબર સમજીને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તહેવારોની ખરીદી અત્યંત લાભદાયી બની શકે છે.
