spot_img

જામનગરના જાણીતા અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારનું હૃદયરોગનો હુમલો આવતાં નિધન થવાથી ઘેરા શોક ની લાગણી: અમદાવાદ ની હોસ્પિટલમાં ગત મોડી રાત્રે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ ખેંચ્યા: તેમની અંતિમ યાત્રા આજે બપોરે 3:00 કલાકે તેમના નિવાસ સ્થાનથી નીકળશે

જામનગર તા. ૧૧ : મૂળ પોરબંદરના મહિયારી ગામના વતની અને વર્ષોથી જામનગરમાં સ્થાયી થયેલા અગ્રણી બિલ્ડર અને લેન્ડ ડેવલોપર મેરામણભાઈ પરમારનું ગત્ રાત્રે હૃદયરોગનો હુમલો આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.મેરામણભાઈ પરમારે જામનગરને પોતાની કર્મભૂમિ બનાવી જમીન-મકાનના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું અને અગાથ મહેનત અને આગવી સુઝબુઝથી તેમને ધારી સફળતા મળી હતી.હાલ પણ તેઓ વ્યવસાય માટે અમદાવાદ હતાં ત્યાં ગત્ રાત્રે તેમને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જેથી તેમના પરિવાર તેમ જ વિશાળ મિત્રો વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. જામનગરના બિલ્ડર લોબી સહિતના અનેક મહાનુભાવોએ તેમજ તેમના બહોળા મિત્ર વર્ગે શોકની લાગણી વ્યક્ત કરી છે.આજે બપોરે અમદાવાદથી જામનગર લાવ્યા પછી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં અસંખ્ય લોકો જોડાયા હતાં.મેરામણભાઈ પરમાર મિલનસાર અને હસમુખા સ્વભાવના હતાં અને બહોળી મીત્ર વર્તુળ ધરાવતા હતં. આ ઉપરાંત અનેક સેવા કાર્યમાં પણ તેમનું યોગદાન હતું.જામનગરમાં રાજ લેન્ડ ડેવલોપર્સ એન્ડ બિલ્ડરના નામથી વ્યવસાય અને શરૃસેક્શન માર્ગે એમ.પી. હાઉસમાં ઓફિસ ધરાવતા હતા. ઉપરાંત પદમ બેન્કવેટ હોલ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલ હતા.તેઓએ દુનિયા છોડી છે અને પત્ની કીર્તિબેન તથા પુત્રો દેવ અને આર્ય તેમજ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. તેઓના નિધનથી જામનગર અને પોરબંદરમાં શોક છવાયો છે. . મેરામણભાઈ પરમારનું નિવાસ સ્થાન પરમાર હાઉસ, બેડી બંદર રીંગ, જામનગર હતું. તેમની સ્મશાન યાત્રા તા. 11 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 3:00 કલાકે તેમના . મેરામણભાઈ પરમારનું નિવાસ સ્થાન પરમાર હાઉસ, બેડી બંદર રીંગ, જામનગર હતું. તેમની સ્મશાન યાત્રા તા. 11 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 3:00 કલાકે તેમના નિવાસ સ્થાનથી નીકળશે. તેમના અંતિમ સંસ્કારમાં તેમના પરિવારજનો, મિત્રો અને સંબંધીઓ ઉપસ્થિત રહેશે. સ્વ. મેરામણભાઈ પરમારના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સ્થાનથી નીકળશે. તેમના અંતિમ સંસ્કારમાં તેમના પરિવારજનો, મિત્રો અને સંબંધીઓ ઉપસ્થિત રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles