spot_img

શીશાંગ ગામના ઉપસરપંચ પર હુમલાના કેસમાં ત્રણ આરોપીઓ જામીન મુક્ત:જામનગર સેશન્સ કોર્ટે આપ્યો નિર્ણય

કાલાવડ: કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં ઉપસરપંચ પર થયેલા હુમલાના કેસમાં જામનગર સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓને જામીન આપવાનો હુકમ કર્યો છે. 28 ડિસેમ્બર, 2024ના રોજ રાત્રે ઉપસરપંચને ગ્રામ પંચાયતની ઓફિસ પાસે ચાર અજાણ્યા શખ્સોએ છરી અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ઉપસરપંચે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓ રોહિત દીનેશભાઈ પરમાર, ચીરાગ જન્તીભાઈ પરમાર અને હિતેષભાઈ મનજીભાઈ પરમારને ધરપકડ કરી હતી.આરોપીઓએ જામીન અરજી કરતા કોર્ટે તેમની અરજી મંજૂર કરી છે. કોર્ટે આ નિર્ણય આપતા જણાવ્યું હતું કે, આરોપીઓ સામે પૂરતા પુરાવા નથી. આરોપીઓના વકીલ અશોક એચ. જોશીએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપીઓએ આ ગુનો કર્યો નથી અને તેમની સામે કોઈ પુરાવા નથી.આ કેસમાં ચોથો આરોપી હજુ પણ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. .આ કેસમાં હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું.હાલના કેસમાં આરોપીઓના વકીલ અશોક એચ.જોશી રોકાયેલા હતા,

તા. ૨૮/૧૨/૨૦૨૪ ના રોજ ફરીયાદી શીશાંગ ગામના ઉપસરંપચ હોય રાત્રીના બારેક વાગ્યાની આસપાસ તેમને મળેલ માહીતી મુજબ ગ્રામપંચાયત ની ઓફીસ પાસે ચાર ઈસમો છે અને તેઓ ત્યાં ગાડીના ટાયર કાઢે છે તેવી માહીતી મળતા ફરીયાદીશ્રી ત્યાં ગયેલ તો તેવામાં ત્યાં શીશાંગ ગામના ત્રણ યુવાનો અને એક અજાણ્યા ઈસમ સહિત કુલ ચાર વ્યકતીઓ હાજર હોય અને ગાડીના કાગળીયા માંગતા તે અંગે વીવાદ થતા અજાણ્યા ઈસમ દવારા ફરીયાદીને છરી મારેલ અને બાકીના આરોપીઓ એ ફરીયાદીશ્રી ને ઢીકા પાટુનો માર મારેલ જે બાબતની ફરીયાદ કાલાવડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા આરોપીઓ રોહીત દીનેશભાઈ પરમાર તથા ચીરાગ જન્તીભાઈ પરમાર તથા હિતેષભાઈ મનજીભાઈ પરમાર તથા એક અજાણ્યા વ્યકતી એમ કુલ ચાર ઈસમો સામે ફરીયાદ આપતા આરોપીઓ સામે બી.એન.એસ ની કલમ ૧૦૯(૧),૧૧૫(૨),૧૧૮(૧), ૩૫ર તથા ૫૪ તથા જી.પી. એકટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવેલ અને ચારેય આરોપીઓ ને અટક કરવામાં આવેલઆ કામના આરોપીઓ એ તેમના વકીલ અશોક એચ.જોશી મારફત જામનગર સેસન્સ કોર્ટમાં જામની મુકત થવા અરજી કરતા બંન્ને પક્ષોની દલીલો સાંભળી ચાર આરોપીઓ પૈકી ૩ આરોપીઓ રોહીત દીનેશભાઈ પરમાર તથા ચીરાગ જન્તીભાઈ પરમાર તથા હીતેષભાઈ મનજીભાઈ પરમાર ને જામીન અરજી મંજુર કરી અને જામની મુકત કરવા હુકમ કરવામાં આવેલ છેહાલના કેસમાં આરોપીઓના વકીલ અશોક એચ.જોશી રોકાયેલા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles