
જામનગર તા ૧૭, જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. ફેઇઝ -૨ અને -૩ વિસ્તારમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલ કરવા માટેની કામગીરી આજે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. મહાનગરપાલિકાના ટેક્સ બ્રાન્ચ ના અધિકારી જીગ્નેશ નિર્મળની રાહબરી હેઠળ પોલીસ તંત્રને સાથે રાખીને દરેડ જીઆઇડીસી ના ફેસ-૨ વિસ્તારમાં ફરીથી સર્વે કરવામાં આવ્યો હતો, અને પ્રત્યેક કારખાનાઓમાં સંપર્ક કરીને વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આજે સવારે ૧૧.૦૦ વાગ્યાથી કામગીરીનો પ્રારંભ થયો હતો, અને ૧૨.૦૦ વાગ્યા સુધીના પ્રથમ એક કલાક દરમિયાન વધુ ચાલીસ લાખની બાકી રોકાતા મિલકતવેરાની રકમ મહાનગરપાલિકાની ટીમ સમક્ષ જમા થઈ છે, અને અન્ય કારખાનાઓને ત્યાં પણ હજુ રિકવરી ની કામગીરી ચાલુ રખાઇ છે. જોકે આજે બીજા દિવસે કોઈ સીલીંગ ની પ્રક્રિયા થઈ નથી.