spot_img

જામનગરની ઉદ્યોગ નગર પોલીસ ચોકી ના પીએસઆઇ અને રાઇટર વતી રૂપિયા ૧ લાખ ની લાંચ લેતાં એસ.ઓ.જી.નો પોલીસ કર્મચારી રંગે હાથ ઝડપાયો

ચીટીંગ ના બનાવની અરજીની તપાસમાં હેરાન નહીં કરવા માટે એક વ્યક્તિને પોલીસ ચોકીમાં બોલાવી રૂપિયા એક લાખની લાંચ ની માંગણી કર્યા બાદ ગઈકાલે રાત્રે લાંચ ની ટ્રેપ ગોઠવા

રાજકોટ એસીબી ની ટીમ દ્વારા એસ.ઓ.જી. ના પોલીસ કર્મચારીને પીએસઆઈ અને રાઇટર વતી લાંચ લેતા સમર્પણ સર્કલ પાસેથી રંગે હાથ ઝડપી લીધો

જામનગર તા ૧૨, રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ ગઈકાલે રાત્રે જામનગરમાં ધામા નાખ્યા હતા, અને સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચ નું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટટ વતી રૂપિયા એક લાખની લાંચ લેતા એસ.ઓ.જી.ના એક પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો છે, જયારે પીએસઆઇ અને રાઈટર હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.


આ સફળ ટ્રેપ ની વિગત એવી છે કે જામનગરમાં ઉદ્યોગ નગર પોલીસ ચોકી હેઠળના વિસ્તારમાં રહેતા એક નાગરીક, કે જેની વિરુદ્ધમાં ઉદ્યોગ નગર પોલીસ ચોકીમાં ચિટિંગની અરજી થઈ હતી,જે અરજીના અનુસંધાને ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેના રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરી કે જેઓએ પોલીસ ચોકીમાં બોલાવ્યા બાદ આગળની તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા માટે રૂપિયા ૧ લાખની લાંચ ની માંગણી કરી હતી, અને તે રકમ એસ.ઓ.જી. માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિભાઈ ગોવિંદભાઈ શર્મા ને આપવા માટેનું નક્કી થયું હતું.
પરંતુ અરજદાર તે રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ એસીબી શાખાનો સંપર્ક સાધ્યો હતો. જેના અનુસંધાને ગઈકાલે રાત્રિના જામનગરના સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચ નું છટકું ગોઠવાયું હતું.


જેમાં ઉદ્યોગ નગર ચોકીના પીએસઆઇ અને રાઇટર વતી રૂપિયા ૧ લાખ ની લાંચ ની રોકડ રકમ લેવા માટે આવેલા એસ.ઓ.જી.ના પોલીસ કર્મચારી રવિ ગોવિંદભાઈ શર્મા ને રાજકોટ એસીબીની ટીમના ફિલ્ડ ઓફિસર આર એન વિરાણી અને તેઓની ટીમેં રંગે હાથ ઝડપી લીધો હતો, અને તેના કબજા માંથી રૂપિયા એક લાખની રોકડ રકમ કબજે કરી લીધી હતી, અને તેને એ.સી.બી. ની કચેરીએ લઈ જવાયો હતો, જ્યાં ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે.
જેની કબુલાતમાં પોતે પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને રાઈટર ધનાભાઈ મોરી વતી લાંચ ની રકમ મેળવી હોવાનું કબૂલી દલીધું હતું. જે દરમિયાન પીએસઆઇ અને રાઈટર હાલ ભાગી છુટ્યા હોવાથી બંનેની શોધ ચલાવાઇ રહી છે. આ સફળ ટ્રેપ ને લઈને જામનગરના પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles