
બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવા માટેનું સ્પિરિટ- કલર- અન્ય પ્રવાહી- ખાલી બોટલ- ઢાંકણા- લેબલ સહિત રૂપિયા સવા આઠ લાખ નું થોકબંધ સાહિત્ય કબજે:ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ બનાવનારા ત્રણ આરોપી પકડાયા: મુખ્ય ભેજાબાદ રાજસ્થાની શખ્સ તથા જામનગરના વિક્રેતાને ફરારી જાહેર કરાયા

જામનગર તા ૧૮, જામનગર નજીક કનસુમરા વિસ્તારમાં એક ફેક્ટરી ભાડે રાખીને તેમાં ચલાવતી ડુપ્લીકેટ ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે, અને તેમાંથી ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે. જે સ્થળેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવા માટે નું સ્પીરિટ, કલર તથા અન્ય સામગ્રી ખાલી બોટલો, લેબલ, ઢાંકણા વગેરે સહિત રૂપિયા સવા આઠ લાખની માલમતા કબજે કરી છે, ઉપરાંત દારૂની ડુપ્લીકેટ દારૂ ની ફેક્ટરી ના મુખ્ય ભેજાબાજ રાજસ્થાનના એક શખ્સ તેમજ દારૂ ના વેચાણકાર જામનગરના અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયા છે. આ ફેક્ટરી ૩ મહિનાથી ચાલુ થઈ હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ દ્વારા પ્રોહીબીશન ધારા હેઠળના કેસો શોધી કાઢવા સૂચના અપાઈ હતી, જેથી જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા જામનગર જીલ્લા માથી પ્રોહીબીશન બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા અને તેઓની ટીમના પો.સ.ઇ.પી.એન.મોરી અને પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સમગ્ર એલસીબી ની ટિમ ને દોડતી કરાવાઇ હતી.જેઓ જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન એલ.સી.બી.સ્ટાફ ને ખાનગી બાતમીદારોથી હકિકત મળેલી કે, જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા જે ત્રણેય જામનગરના શખ્સો કિશનસીંગ શેખાવત રહે.જયપુર રાજસ્થાન વાળા સાથે મળી આલ્કોહોલ સ્પીરીટ/ કલર/પ્રવાહી પાણીમા ભેળસેળ કરી,ભારતીય બનાવટનો વિદેશી પીવાનો દારૂ બનાવી,દારૂનુ વેચાણ કરવા જામનગરના દારૂના વિક્રેતા ગજેન્દ્રસિંહ જાડેજા સાથે મળી ઇંગ્લીશ દારૂ ની ફેકટરી ચલાવતા હોવાની બાતમી મળી હતી.જે બાતમી ના આધારે ’’બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવા માટેનું સ્પિરિટ- કલર- અન્ય પ્રવાહી- ખાલી બોટલ- ઢાંકણા- લેબલ સહિત રૂપિયા સવા આઠ લાખ નું થોકબંધ સાહિત્ય કબજે

ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ બનાવનારા ત્રણ આરોપી પકડાયા: મુખ્ય ભેજાબાદ રાજસ્થાની શખ્સ તથા જામનગરના વિક્રેતાને ફરારી જાહેર કરાયા
કરી ત્યાંથી (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા ને પકડી પાડયા હતા.જેના કબ્જામા સ્પીરીટ, ફલેવરકલર મીશ્રણ કરી, ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવેલ જથ્થો, આલ્કોહોલ સ્પીરીટ, બોટલ મા લગાડવાના સ્ટીકર,કાળા કલરનુ પ્રવાહી,મોબાઇલ ફોન, ફોરવ્હીલકાર વિગેરે કબ્જે કરી લઈ ત્રણેય ઇસમો વિરૂધ્ધ દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની મીની ફેક્ટરી ચલાવતા અરૂણભાઇ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી ઉવ.૪૩ રહે. સેનાનગર પાછળ, જામનગર ), મહિપાલસિંહ આશીષસિંહ રાણા (ઉવ.૩૪ રહે. રામેશ્વરનગર, કિષ્નાપાર્ક, શેરી નંબર-૩,જામનગર ), અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉવ.૨૫ રહે. રામેશ્વરનગર માટેલ ચોક,જામનગર) કરી લેવામાં આવી છે જ્યારે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા કિશનસીંગ શેખાવત (રહે. જયપુર રાજસ્થાન -સ્પીરીટ થી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવનાર) અને ગજેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર (ઇંગ્લીશ દારૂનું વેચાણ કરનાર) ને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.*એલસીબી દ્વારા ડુપ્લીકેટ દારૂ ની ફેક્ટરી માંથી થોકબંધ સાહિત્ય કબજે કરાયું*(૧) આલ્કોહોલ સ્પીરીટ થી બનાવેલ ઇગ્લીશ દારૂ બોટલ-૫૯ કિ.રૂ. ૨૯,૫૦૦,(૨) આલ્કોહોલ સ્પીરીટ ભરેલ મોટા બેરલ-૪ લીટર-૮૦૦ કિ.રૂ.૩,૨૦,૦૦૦,(૩) ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-૪૦ કિ.રૂ ૮૦૦૦, (૪) ઇંગ્લીશ દારૂનો રંગ લાવવા માટે નો વપરાતો કેમીકલ યુકત પદાર્થ-લીટર-૧૦ કિ.રૂ. ૨,૦૦૦, (૫) ફિનાઇલ બોટલ -૧૨૦૦ કિ.રૂ ૮૪,૦૦૦, (૬) કાર-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦, (૭) મોબાઇલ ફોન-૪ કિ.રૂ.૬૦૫૦૦, (૮) દારૂની બોટલ શીલ કરવા માટેનુ લોખંડ શીલ મશીન-૨ કિ.રૂ ૧૦,૦૦૦, (૯) દારૂ મા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર-૧ કિ.રૂ ૨૦૦૦, (૧૦) ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર-૧ વ્હીસ્કી,કોન્ટેસા વોડકા, રોયલ સ્ટગ વ્હીસ્કી, ઓફિસર ચોઇસ વ્હીસ્કી, ના સ્ટીકર નંગ- ૧૦૯૨૦, (૧૧) પ્લાસ્ટીકની પાણી ની ટાંકીઓ -૨ કિ.રૂ. ૫૦૦૦, (૧૨) ઇંગ્લીશ દારૂ રાખવાના માટે ના બોકસ- ૨૨૦, (૧૩) ઇંગ્લીશ દારૂ બોટલ ના શીલ માટેના ઢાકણા-૬૬૦૦, (૧૪) ઇંગ્લીશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટીક ની ખાલી બોટલો- ૨૦૦, (૧૫) ઇંગ્લીશ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકના પાઉચ- ૨૫૭૫, (૧૬) ઇંગ્લીશ દારૂ ના પુઠાની પેટીઓ ઉપર પ્લાસ્ટીકના સ્ટીકરો ની પટ્ટીઓ -૧૦૦ વગેરે મળી કુલ .રૂ ૮,૨૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

સ્પીરીટમાથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની પ્રોસીઝર
ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની મીની ફેક્ટરી સાથે પકડાયેલા આરોપીઓએ આલ્કોહોલ સ્પીરીટ,કેમીકલ તથા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના બ્રાન્ડનો ફલેવર લાવવા માટેનુ કલર પ્રવાહી,પાણીની ટાંકીઓમા મિશ્રણ/ભેળસેળ કરી,ઇંગ્લીશ દારૂ ના માર્ક -ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નં- ૧,કોન્ટેસા, વોડકા,રોયલ સ્ટગ,ઓફિસર ચોઇસ ના ડુપ્લીકેટ વ્હીસ્કીના સ્ટીકર તથા બુચો બનાવી,દારૂ પ્લાસ્ટીક ની બોટલોમા ભરી,ડુપ્લીકેટ દારૂમા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર ઉપયોગ કરી,મશીનથી બોટલો ના બુચ શીલ કરી,ડુપ્લીકેટ દારૂનુ વેચાણ કરતા હોવાનુ ખુલવા પામેલ છે. જે ત્રણેય ઇસમોની પુછપરછ દરમ્યાન છેલ્લા ત્રણ મહિનાથી સદરહુ આલ્કોહોલ સ્પીરીટ થી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ ની ફેકટરી ચાલુ કરલી હોવાનુ ખુલવા પામ્યુ છે. જે ઇસમો ૨૦૦ લીટર આલ્કોહોલ સ્પીરીટમા ફલેવર કલર તથા કેમીકલનુ વેચાણ કરી,અલગ અલગ બ્રાન્ડનો ૬૦૦ બોટલ આસપાસ દારૂ બનાવતા હોવાનુ ખુલવા પામ્યુ છે