spot_img

જામનગર નજીક વિજરખી પાસે બુલેટચાલકને કારની ઠોકરે કચડી નાખનાર આરોપી અને મૃતક ની બેવફા પત્ની ની અટકાયત

પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યાની કબૂલાત:

હત્યા માટે ઉપયોગમાં લીધેલી કંપાસ જીપ કબજે

પતિ રવિનું વાહન અકસ્માત માં કાસળ કઢાવી નાખવાનું કાવતરું પત્ની રીંકલેજ ઘડ્યું હતું

જામનગર તા ૮, જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે બુલેટ મોટરસાયકલ ચાલક યુવાન ને કંપાસ જીપ ની ઠોકરે કચડી નાખી હત્યા નીપજાવનાર આરોપી જીપચાલક તેમજ મૃતકની પ્રેમમાં અંધ બનેલી પત્ની બંનેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી જીપ તેમજ બંને આરોપીઓના મોબાઇલ ફોન કબજે કરી લેવાયા છે. આ ચકચાર જનક બનાવની વિગત એવી છે, કે મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતો રવિ ધીરજલાલ મારકણા નામનો ૩૦ વર્ષ નો યુવાન રામનવમી ના દિવસે સાંજે છ વાગ્યાના અરસામાં પોતાનું જીજે ૨૭ ડી.જે ૯૩૧૦ નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને કાલાવડ થી જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન તેનો હત્યા કરવાના ઈરાદાએ પીછો કરી રહેલા જી.જે.૨૦ એ.ક્યુ. ૮૨૬૨ નંબરની કંપાસ જીપના ચાલકે ઠોકર મારી દઇ કચડી નાખ્યો હતો, અને હત્યા નીપજાવી હતી.મૃતક રવિ મારકણા ની પત્ની રીંકલ કે જેના પ્રેમમાં પડેલા જીપચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયા એરીંકલ સાથે પૂર્વયોજિત કાવતરૂં ઘડીને વિજરખી પાસે રવિ ને ઠોકરે ચડાવી હત્યા નીપજાવી હતી.જે સમગ્ર મામલો આખરે પંચકોશી એ. ડિવિઝન પોલીસ સમક્ષ આવી ગયો હતો, અને પોલીસે રવિ મારકણા ના પિતા ધીરજલાલ મારકણાંની ફરિયાદના આધારે મૃતક ની પત્ની રીંકલ તેમજ જીપ ચાલક અક્ષય ડાંગરિયા સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં પોલીસ દ્વારા બંને આરોપીઓ અક્ષય તેમજ મૃતક રવિ ની પત્ની રીંકલ મારકણા ની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે આ હત્યા પ્રકરણમાં બંને આરોપીઓના મોબાઇલ ફોન તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કંપાસ જીપ વગેરે કબજે કરી લીધા છે, અને બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પતિ રવિનું વાહન અકસ્માત માં કાસળ કઢાવી નાખવાનું કાવતરું પત્ની રીંકલેજ ઘડ્યું હતું

કાલાવડ થી જામનગર આવી રહેલા પતિનું લોકેશન પત્ની જ આરોપીને આપતી હતી*પ્રેમમાં અંધ બનેલી પત્ની રીંકલ, કે જેણે જાતે જ પોતાના પ્રેમી અક્ષય ડાંગરિયા મારફતે પતિ રવિનો બુલેટ પાછળ પીછો કરાવી હત્યા કરી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું. પતિ રવિ હંમેશા કાર લઈને જ અવરજવર કરે છે, પરંતુ બનાવનાર દિવસે બુલેટ મોટર સાયકલ લઈ જવાનો વારો આવ્યો હતો, તે તકનો મોકો પત્ની રીંકલે ગોતી લીધો હતો, અને પોતાના પ્રેમી એવા અક્ષય ડાંગરિયા ને મોબાઈલ ફોન કરીને માહિતી આપી દીધી હતી, અને પીછો કરાવ્યો હતો. જેનું લોકેશન રિંકલ પોતે જ ફોન કરીને પોતાના પ્રેમીને આપતી હતી, અને તેના આધારે વિજરખી પાસે મોકો ગોતીને બુલેટ ની પાછળથી ટક્કર મારી, કચડી નાખી હત્યા નીપજાવાઇ હતી, પરંતુ આખરે પોલીસે સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરીને કાવતરા નો પર્દાફાશ કરી લીધો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles