spot_img

જામનગર બ્રાસ ઉદ્યોગ માટે ઐતિહાસિક ક્ષણ: પ્રથમવાર જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025નું આયોજન

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારોની જામનગર મિરરના ગ્રુપ એડિટર દિપક ઠુંમર સાથે મુલાકાત

જામનગર: બ્રાસ સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક ક્ષણ આવી રહી છે. જામનગર
ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા બ્રાસ ઉદ્યોગના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમવાર જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજની વિસ્તૃત વિગતો મેળવવા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ હીરપરા, મંત્રી મનસુખભાઈ સાવલા, ખજાનચી ભાઈલાલભાઇ ગોધાણી અને પ્રોજેક્ટ ચેરમેન સંજયભાઈ ડોબરીયાએ જામનગર મિરરના ગ્રુપ એડિટર દિપક ઠુંમર સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બ્રાસ ઉદ્યોગના પ્રમુખ લાખાભાઈ અને સંજયભાઈ ડોબરીયાએ ઠુંમરને જામનગરના બ્રાસ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

જામનગરને બ્રાસ સિટી તરીકે ઓળખવામાં આવે છે, અને અહીં પહેલીવાર જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો-૨૦૨૫નું આયોજન થઈ રહ્યું છે. આ એક્સ્પોની માહિતી પણ ઠુંમરને આપવામાં આવી હતી, અને બ્રાસ ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ એક્સપો આગામી તા. 13 થી 16 દરમિયાન ખંભાળિયા રોડ પર કેશવારાસ હોટલની સામે 5 લાખ ફૂટથી વધુ વિશાળ જગ્યામાં યોજાશે. આ એક્સપોમાં 200 થી વધુ એક્ઝિબ્યુટરો, સ્ટોલ ધારકો પોતાની વિવિધ પ્રોડક્ટનું પ્રદર્શન કરશે, અનેક દેશના વીઆઈપી મુલાકાતીઓ સહીત જ્યારે 30 થી વધુ ફોરેન ડેલીગેટ્સ અને મુલાકાતીઓ પણ ભાગ લેશે. 30 હજાર કરતા વધુ લોકો મુલાકાત લેશે અને આંતરરાષ્ટ્રીય સ્તરના આ એક્સપોને વધુ આકર્ષક બનાવવા માટે 10 થી વધુ જર્મન હેંગિંગ ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે, જે સેન્ટ્રલી એ.સી. હોલ તરીકે કાર્ય કરશે.

આ એક્સ્પો ૨ લાખ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં આયોજિત થશે
આ ઉપરાંત, મુલાકાતીઓ માટે 3 લાખ ફૂટ જેટલી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ફૂડ કેન્ટીન, ટોયલેટ, બાથરૂમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ફોરેનરો અને બહારથી આવતા મહેમાનો માટે આજુબાજુની સેવન સીઝન, કેશવારાસ, જસ પેલેસ સહિતની હોટેલોમાં બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈએ જણાવ્યું હતું કે, જામનગરના બ્રાસ ઉદ્યોગની વૈશ્વિક ઓળખ જાળવી રાખવાના હેતુથી આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મનસુખ માંડવીયા, નાઈઝીરીયાના મુખ્ય પ્રધાન અને રાજ્યના તથા કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ એક્સપો જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે એક નવી દિશા ખોલશે અને વૈશ્વિક સ્તરે વેપારની નવી તકો ઊભી કરશે.

જામનગર ઈન્સ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો-૨૦૨૫

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈએ જણાવ્યું હતું કે, બ્રાસઉદ્યોગના ૭૫ વર્ષના ઈતીહાસમાં બ્રાસસીટી જામનગરના બ્રાસઉદ્યોગને વૈશ્વિક બજારમાં એક મંચ મળે તે પ્રકારનું કોઈ એકઝીબીશન ઘરઆંગણે યોજાયેલ ન હતું તેથી જામનગરના નાના બ્રાસઉદ્યોગકારોને આજના સ્પર્ધાત્મક તથા હરીફાઈયુક્ત ઔદ્યોગિક વાતાવરણમાં વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ઘરઆંગણે મળી રહે તે આશયથી પહેલી જ વાર જામનગરના જ આંગણે જામનગર ફેકટરી એનસ એસોસીએશન તથા કે. એન્ડ ડી. કોમ્યુનિકેશન લીમીટેડના સંયુક્ત ઉપક્રમે જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો ૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે.આ એકસ્પોના આયોજનમાં સંસ્થાને ભારત સરકારશ્રીના MSME, NSIC, EEPC, GIDC, જીલ્લા ઉદ્યાગ કેન્દ્ર, જામનગર તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન, મેટલ રીસાઈકલીંગ એસોસીએશન ઓફ ઈન્ડીયા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વિઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, લોધીકા જીઆઈડીસી એસોસીએશન, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન, જામનગર હાર્ડવેર મેન્યુફેકચરર્સ એસોસીએશન, એકઝીમ મેટલ મર્ચન્ટ એસોસીએશન જામનગર, જામનગર ઈલકેટ્રોપ્લેટર્સ એસોસીએશન, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસીએશન, નાના ઉદ્યોગ સહકારી વસાહત લીમીટેડ, એમ.પી.શાહ મ્યુનિ. ઉદ્યોગનગર એસોસીએશન, પટેલ કોલોની ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, હાપા ઉદ્યોગનગર સંઘ લીમીટેડ, શ્રી નાના ઉદ્યોગ સહકારી વસાહત લીમીટેડ વિગેરે સંસ્થાઓનો સહયોગ મળેલ છે.

મીત્રો આપ સૌ જાણો છો તેમ માલ મેળવવા માટે ગ્રાહક ઉદ્યોગકારોના આંગણે આવે અને માલ વહેંચવા માટે ઉદ્યોગકારો ગ્રાહકના આંગણે જાય આ બન્ને બાબતમાં મોટો ફરક છે આ આશયથી જ સંસ્થા દવારા પહેલી વાર જામનગરના જ આંગણે જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો-૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે. આ એકસ્પોની મુલાકાત લેનાર તેમની જરૂરીયાતના બ્રાસપાટર્સ/ મશીનરી વિગેરેના બ્રોસર, વિઝીટીંગ કાર્ડની આપ-લે કરે ખરીદનાર અને વહેચનાર એકબીજાના સંપર્કમાં આવે બન્નેને અરસપરસ મળવાની તક મળે અને નવા ધંધાકીય વ્યવહારોની શરૂઆત થાય તે આશયથી આ એકસ્પેનું આયોજન કરેલ છે. ઘણા નાના ઉદ્યોગકારો પાસે પોતાના ઉત્પાદનો અન્ય સેન્ટરમાં યોજાતા એકઝીબીશનોમાં પ્રર્દશીત કરી શકે તેટલું બજેટ કે માહિતી હોતી નથી ત્યારે ઘરઆંગણે જ આ પ્રકારનો મંચ મળે તે માટે રાજય સરકારશ્રીની સબસીડીનો લાભલઈ ઉદ્યોગકારોએ તેમના સ્ટોલ રાખેલ છે ત્યાર આવનાર દિવસોમાં આ એકસ્પો બ્રાસઉધોગ માટે અતિ ફળદાયી નિવડશે તેવી મને આશા તથા વિશ્વાસ છે.આ એક્ઝીબીશનને સફળ બનાવવામાં આ સંસ્થાને રાજય સરકારશ્રી તરફથી ખુબજ સહકાર મળ્યો છે અને જેના ફળસ્વરૂપે રાજયના MSME વિભાગના માઘ્યમથી વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, બી ટુ બી મીટીંગ, સેમીનારો યોજવામાં આવનાર છે. વિદેશમાં જયાં બ્રાસપાટર્સની મોટાપાયે નિકાશ કરવામાં આવે છે ત્યાંથી ખરીદદારો આ એક્ઝીબીશન દરમ્યાન ઉપસ્થિત રહે અને ઈન્ટરનેશનલ બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તેવો અમારો હેતું હતો જે આજે સીધ્ધ થયેલ છે અને જેના ફળસ્વરૂપે ઘણા વિદેશી ખરીદદારો તથા સરકારી સાહસોના પ્રતિનિધિઓ આજે બ્રાસસીટી જામનગરના મહેમાન બન્યા છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.આ એકઝીબીશનમાં આશરે ૨૦૦ કરતાં પણ વધું સ્ટોલની આશરે ૩૦ હજાર કરતાં પણ વધું લોકો તેની મુલાકાત લેશે અને નવી બિઝનેશ ઈન્કવાયરીઓ જનરેટ થશે જેના જામનગરના બ્રાસઉદ્યાગને જબરો લાભ થશે તેવી મને આશા છે. સંસ્થાના આ ડ્રીમ પ્રોજેકટ એવા આ એક્ઝીબીશનને સફળ બનાવવા માટે કેન્દ્ર તથા રાજય સરકારશ્રીની સાથોસાથ જામનગરના બ્રાસઉદ્યાગનું હિત સદાય જેમને હૈયે વસેલ છે એવા આપણા લોકલાડીલા સાંસદ માનનીયશ્રી પુનમબેન માડમ, ધારાસભ્ય માનનીયશ્રી દિવ્યેશભાઈ અકબરી, માનનીય શ્રીમતી રીવાબા જાડેજા, તથા જીલ્લા કલેકટર કચેરી, પોલીસ તંત્ર તથા જામનગર મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રનો ખુબજ સાથ સહકાર મળ્યો છે તો આ તકે તેનો અને ખાસ કરીને આ એક્ઝીબીશન માટે વિના મુલ્યે જગ્યા આપનાર શ્રી નિલેશભાઈ તથા હિમાંશુભાઈ કરશનભાઈ ભૂતિયા પરિવારનો તથા આ પ્રોજેકટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર તમામનો ખાસ આભાર માનું છું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles