બિનહરીફ વરણી થતાં વકીલ મંડળમાં ખુશીનો માહોલ છવાયો, વકીલ મિત્રોએ ભરતભાઈને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું
જામનગર:
જામનગર વકીલ મંડળમા આજે ઐતિહાસિક ઘટના બની છે. ભરતભાઈ સુવાની ટીમ બિનહરીફ ચૂંટાઈ આવી છે. ભરતભાઈ સુવા સતત 11મી વખત પ્રમુખ પદે નિયુક્ત થયા છે, જે જામનગર વકીલ મંડળના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. આ વર્ષે તેઓ ફરી બિનહરીફ પ્રમુખ પદે ચૂંટાયા છે, જે દર્શાવે છે કે વકીલ મિત્રો તેમના પર કેટલો વિશ્વાસ મૂકે છે, વકીલ મંડળ ના હોદેદારો માટે ચૂંટણી આગામી તા. 20 ડિસેમ્બર, 2024ના રોજ યોજાય રહી છે, ચૂંટણી પહેલા આજે ભરતભાઈ સુવા સતત 11મી વખત અને ફરી વખત બિનહરીફ પ્રમુખ પદે નિયુક્ત થયા છે. તેમજ મનોજ એસ. ઝવેરી સતત 7મી વખત અને રુચિર આર. રાવલ સતત ત્રીજી વખત અનુક્રમે સેક્રેટરી અને ખજાનચી પદે બિનહરીફ ચૂંટાયા છે.
તેમજ મનોજ એસ. ઝવેરી સતત 7મી વખત સેક્રેટરી પદે અને રુચિર આર. રાવલ સતત ત્રીજી વખત ખજાનચી પદે બિનહરીફ ચૂંટાયા છે. આ ત્રણેય નેતાઓ વકીલ મંડળના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન વકીલ મંડળમાં અનેક વિકાસ કામો થયા છે.
ભરતભાઈ સુવાની ટીમની બિનહરીફ વરણી થતાં વકીલ મંડળમાં ખુશીનો માહોલ છવાયો છે. વકીલ મિત્રોએ ભરતભાઈને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. ભરતભાઈ સુવાએ જામનગરના તમામ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી વર્ષમાં વકીલ મંડળના વિકાસ માટે વધુ કામ કરવાની વાત કરી હતી.
આ ચૂંટણી પરિણામ દર્શાવે છે કે વકીલ મિત્રો ભરતભાઈ સુવા અને તેમની ટીમ પર વિશ્વાસ મૂકે છે અને તેમને વકીલ મંડળના નેતૃત્વ માટે યોગ્ય માને છે. આગામી વર્ષમાં ભરતભાઈ સુવા અને તેમની ટીમ વકીલ મંડળના વિકાસ માટે નવા નવા પગલાં ભરશે તેવી આશા છે