spot_img

ચકચારી આંગળીયા પેઢી લૂંટ કેસમાં ચારેય આરોપીઓને નિર્દોષ છોડાયા: સેશન્સ કોર્ટે ફરિયાદ પક્ષના પુરાવાઓને અપૂરતા ગણાવી આ હુકમ કર્યો

જામનગર: વર્ષ ૨૦૧૫માં થયેલી જામનગરની આંગળીયા પેઢી લૂંટ કેસમાં જામનગર સેશન્સ કોર્ટે એક ચોંકાવનારો નિર્ણય આપ્યો છે. કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે.

કોર્ટે આ નિર્ણય આપતા જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર કરવામાં સફળ રહ્યો નથી.તારીખ ૨૦/૦૧/૨૦૧૪ ના રોજ ફરીયાદી મનોજભાઈ દવારકાદાસભાઈ પોપટ જામનગર ગ્રેઈનમાર્કે પાસે બારદાનવાલા રોડ પાસે આવેલ નીલમ ચેમર્બ્સમાં પહેલા માળે આવેલ પી.એમ.એન્ડ કંપની આંગળીયા પેઢીમાં બપોરે આશરે ૩ થી ૩.૩૦ વાગ્યા આસપાસ હજાર હતા ત્યારે બે અજાણ્યા માણસો ઓફીસ અંદર પ્રવેશ કરી એક જણાએ ફરયાદીના મોઢા પર મરચાની ભૂકી છાંટી બંન્ને ભૂંડી ગાળો આપી પછાડી દઈ તારી પાસે જે હોઈ તે દઈદ તેમ કહી છરી જેવા હથીયાર વળે ફરીયાદી ના ગાલપર એક ધા તથા આંગળી પર એક ધા મારી પછાળી દીધેલ અને લોહી નીકળવા લાગેલ અને બંન્ને ખાના માથી આશરે ૯.૩૦ લાખ જેટલા થેલામાં ભરેલ અને ઓફીસમાં આવેલ ચા વાળાને ધમકાવી અને સાઈડમાં બેસાડી દીધેલ અને ઓફીસની બહાર જતા અન્ય સાહેદ આવેલ તેને પણ ભૂડી ગાળો આપી જતા રહેલ તે વીગત ની ફરીયાદ આપતા જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા.૨૦/૦૧/૨૦૧૪ ના રોજ આઈ.પી.સી કલમ ૧૨૦ (બી), ૩૯૪,૪૫૨, ૫૦૪,૩૪ તથા જી.પી. અકટ ની કલમ ૧૩૫(૧) મુજબન ગુનો નોંધવામાં આવેલ. જેના અનુસંધાને દેવેન નારણભાઈ જોશી તથા કીશનભાઈ ભરતભાઈ જોશી શહીતના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને તેઓનું ચાર્જસીટ નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ આઈ.પી.સી કલમ ૩૯૭ નો ઉમેરો કરવામાં આવેલ.ઉપરોકત કેસ ચાલવા પર આવતા સરકાર તરફે પોતાનો કેસ સાબીત કરવા માટે કુલ ૨૬ સાહેદો તથા ૨૫ અલગ અલગ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ. અને પુરવો પૂર્ણ થતા સરકાર તરફે પોતાનો કેશ શાબિત થયેલ છે તેમ રજુઆત કરી અને આરોપીઓને મહતમ સજા ફરમાવવા અરજ કરેલ તેમજ આરોપીઓ તરફે એવી દલીલો કરવામાં આવેલ કે, મુળ ફરીયાદીના નિવેદનમાં મહત્વના વિરોધાભાષ છે અને મામલતદારની રૂબરૂ કરવામાં આવેલ ઓળખપરેડ ની કાર્યવાહી પણ સાહેદોના નિવેદનો ધ્યાને લેતા શંકાસ્પદ જણાય છે.

આરોપીઓ ને ગુનાના કામે સંડોવી શકાય તવો કોઈ સચોટ પૂરાવો ફરિયાદ પક્ષે રજુ થયેલ નથી અને ફરીયાદપક્ષ પોતાનો કેશ શંકારહીત શાબીત કરી શકેલ હોવાનું માનીશકાય નહી અને આરોપીઓને નીર્દોષ ઠેરવી છોડી મુકવા રજુઆત છેબંન્ને પક્ષો ની દલીલો અને મૌખીક અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ અને બચાવ પક્ષ ની દલીલો ગ્રાહય રાખી જામનગર મહે. પ્રીન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એન.આર જોશી દવારા આરોપીઓને છોડી મુકવા હુકમ કરેલ છે.હાલના કેશમાં આરોપીઓ પૈકી દેવેન નારણભાઈ જોશી તથા કીશન ભરતભાઈ જોશી તરફે એડવોકેટ અશોક એચ. જોશી રોકાયેલા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles