કૂર્મી સેના નાં યુવાનો મોટી સંખ્યામાં સીપી કચેરી ખાતે ઉમટી પડ્યા સ્વ. હાર્મીશ ગજેરા ની હત્યા નાં આરોપી ને સખત સજા થાય તે માટે રજૂઆત કરવામાં આવી
જામનગર : રાજકોટ શહેરમાં ગત શનિવારે રાત્રે 10 વાગ્યાના સુમારે એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા પાસે મુખ્ય માર્ગ પર દોલતસિંહ સોલંકી નામના વ્યક્તિએ જાહેરમાં 27 વર્ષીય હર્મિશ ગજેરા નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરી હતી.
હર્મિશ ગજેરા નામના યુવકની હત્યાના કારણે ત્રણ વર્ષીય દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે આ મામલે હત્યા નિપજાવનાર દોલતસિંહ સોલંકી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં એક મહિનામાં જ હત્યાનો છઠ્ઠો બનાવ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલ ઉઠ્યો છે
મૃતક યુવક હર્મિશ બેઠો હતો અને તે સમયે તેણે તેને અહીં બેસો નહીં તેમ કહ્યું હતું અને બીજા દિવસે ફરીથી આ જ બાબતે બોલાચાલી થતાં તેણે યુવકની છાતીમાં બે વાર ઘા મારી હત્યા કરી નાખી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દોલતસિંગ ભાવસિંગ સોલંકી ફાયનાન્સનો ધંધો ચલાવતો હોવાનું બહાર આવ્યું છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની સામે અગાઉ હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલ છે.
આ મામલે આંતરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા અપાયેલા આવેદનમાં રાજકોટ શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે પણ સીપી સાહેબ નું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે ગુનાખોરી રોકવાના વિવિધ કાયદાઓ તળે કામગીરી ચલાવવા રજૂઆત કરવામાં આવી હતી. શહેર માં પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તથા છરી ચપ્પુ જેવા ધારદાર હથિયારો લઈને ફરતા અસામાજિક તત્વો ને ખાસ ઝુંબેશ ચલાવી ઝડપી પાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
હાર્મીશ ગજેરા ની હત્યાના આરોપી ને સખત સજા થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા મજબૂત ચાર્જ સીટ મૂકવામાં આવે તથા ફાસ્ટ ટ્રેક કોર્ટ માં આ કેસ ચલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. સીપી કચેરી ખાતે પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા આ બાબતે યોગ્ય અને ન્યાયિક કામગીરી ની ખાતરી આપવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજકોટ શહેરમાં પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવવામાં આવશે. સીપી કચેરી ખાતે આવેદન આપવા માટે આંતરાષ્ટ્રીય કૂર્મી સેના નાં હોદેદારો તથા સ્વ. હાર્મિશ ગજેરા નાં પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.