આ સમગ્ર મામલે પટેલ સમાજના આગેવાનોનું કહેવું છે કે, ઉત્તમ પ્રતિસ્ઠા અને સંખ્યાની દ્રષ્ટિએ અન્ય ધર્મો કરતા સૌથી વિશાળ વૈષ્ણવ ધર્મ છે તે સર્વસમાજનો છે, તેથી કોઈપણ ચોક્કસ સમાજના આગેવાનો માટે માત્ર આર્થિક કૌવત થકી રાજકીય અથવા સસ્તી મિડિયા પ્રસિદ્ધિનુ સ્થાન ન બનવું જોઈએ. દરેક સમાજને તેમાં સમાન પ્રતિનિધિત્વ મળવું જોઈએ
તાજેતરમાં જામનગરની મોટી હવેલીના પૂ. ગો.શ્રી વલ્લભરાયજી મહોદયના આત્મજ (સુપૌત્ર)ના શુભ વિવાહ પ્રસ્તાવના આયોજન દરમિયાન લેઉવા પટેલ સમાજના આગેવાનોની સંપૂર્ણ બાદબાકી થઈ હોવાની સર્ચાઓ..
જામનગર: જામનગરની પ્રતિષ્ઠિત વૈષ્ણવ ધર્મની મોટી હવેલીમાં તાજેતરમાં યોજાયેલા લગ્ન પ્રસંગોના આયોજનો અને આગેવાનીમા લોહાણા સમાજનું પ્રભુત્વ વધતાં વૈષ્ણવ ધર્મના અનુયાયીઓમાં અને લેઉવા પટેલ સમાજના આગેવાનોમા નારાજગી ફેલાઈ છે. વર્ષોથી વૈષ્ણવ સમાજની સેવા કરતા લેઉવા પટેલ સમાજના આગેવાનોને હવે સાઇડલાઇન કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
તાજેતરમાં જામનગરની મોટી હવેલીના પૂ. ગો. શ્રી વલ્લભરાયજી મહોદયના આત્મજ (સુપૌત્ર)ના શુભ વિવાહ પ્રસ્તાવના આયોજન દરમિયાન લેઉવા પટેલ સમાજના આગેવાનોની સંપૂર્ણ બાદબાકી થતાં પટેલ સમાજમાં વૈષ્ણવ ધર્મપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. વૈષ્ણવ ધર્મ પાળતા પટેલ સમાજના આગેવાનોને આમંત્રણથી પણ વંચિત રાખ્યા હોવાની આ અંગે સમાજના આગેવાનોમાં આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે અને સમાજના ધાર્મિક આયોજનોમાં સમાન પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી માંગ ઉઠી છે.
વૈષ્ણવ હવેલીમાં થતા ધાર્મિક કાર્યક્રમોમાં પરંપરાગત રીતે લેઉવા પટેલ સમાજનું મહત્વનું સ્થાન રહ્યું છે. પરંતુ હાલના સમયમાં લોહાણા સમાજનું વર્ચસ્વ વધતાં પટેલ સમાજના આગેવાનોને તેમની ભૂમિકામાંથી દૂર કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
આ સમગ્ર મામલે પટેલ સમાજના આગેવાનોનું કહેવું છે કે, ઉત્તમ પ્રતિસ્ઠા અને સંખ્યાની દ્રષ્ટિએ અન્ય ધર્મો કરતા સૌથી વિશાળ વૈષ્ણવ ધર્મ છે તે સર્વસમાજનો છે, તેથી કોઈપણ ચોક્કસ સમાજના આગેવાનો માટે માત્ર આર્થિક કૌવત થકી રાજકીય અથવા સસ્તી મિડિયા પ્રસિદ્ધિનુ સ્થાન ન બનવું જોઈએ. દરેક સમાજને તેમાં સમાન પ્રતિનિધિત્વ મળવું જોઈએ લોહાણા સમાજનું વર્ચસ્વ વધતાં લેઉવા પટેલ સમાજને સાઇડલાઇન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જે પટેલ સમાજના વૈષ્ણવ ધર્મપ્રેમીઓ માટે સ્વીકાર્ય નથી.
આ સમગ્ર મામલે વૈષ્ણવ ધર્મની હવેલીના સંચાલકોનું કહેવું છે કે, કોઈપણ સમાજને અન્યાય કરવાનો તેમનો ઈરાદો નથી. પરંતુ હાલના સમયમાં સમાજમાં થઈ રહેલા પરિવર્તનને આધારે નિર્ણયો લેવામાં આવે છે.
જોકે, આ સમગ્ર મામલે પટેલ સમાજના આગેવાનો સંતુષ્ટ નથી અને આગામી સમયમાં આ મુદ્દે વધુ ચર્ચાઓ થવાની શક્યતા છે.