spot_img

જામનગર-રાજકોટ હાઇવે પર ભયાનક અકસ્માત, ત્રણના મોત

ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે સવારે એક્ટિવા અને બોલેરો વાહન અથડાયા ભયાનક અકસ્માત

*જામનગર-રાજકોટ હાઇવે પર ભયાનક અકસ્માત, ત્રણના મોત* જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક એક્ટિવા અને એક બોલેરો વાહન અથડાયા હતા. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. મળતી માહિતી મુજબ, મૃતકો ત્રણેય ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની જાણ થતાં ૧૦૮ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને આ અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે. હાલમાં આ અકસ્માત અંગે વધુ વિગતો મળી નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles