જામનગર: જગદીશ પેકેજિંગના અશોકભાઈ અને જગદીશભાઈ કાછડીયાના પિતાશ્રી, સ્વ. શ્રી પોપટભાઈ ભાણજીભાઈ કાછડીયાનું તા. ૦૩-૧૧-૨૦૨૪, રવિવારના રોજ ટૂંકી બીમારી બાદ સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ ૭૫ વર્ષના હતા.
પરિવારજનોએ જણાવ્યું કે, સ્વ. પોપટભાઈનું અવસાન એ પરિવાર માટે એક અનુપમ ખોટ છે. તેઓ એક દયાળુ અને સહાયક વ્યક્તિ હતા. તેમના નિધનથી સમગ્ર પરિવાર શોકમાં છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.
સદ્ગતની અંતિમયાત્રા તા. ૦૪-૧૧-૨૦૨૪, સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે તેમના નિવાસસ્થાન, ઈવા પાર્ક, શેરી નં. ૩, કિર્તી પાન ની સામે, જામનગર થી નીકળી આદર્શ સ્મશાન (સોનાપુરી) જવા નિકળશે.શોક સંદેશા: ગં. સ્વ. ગોમતીબેન પોપટભાઈ કાછડીયા, વિનોદભાઈ પોપટભાઈ કાછડીયા, અશોકભાઈ પોપટભાઈ કાછડીયા, જગદિશભાઈ પોપટભાઈ કાછડીયા અને કાછડીયા પરિવાર.