આજે સવારે 4 થી 8 વાગ્યા દરમિયાન માત્ર 4 કલાકમાં જ 6 ઇંચ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારો બન્યા જળબંબાકાર.., બાલંભડી ગામની નદીમાં ઘોડાપૂર..
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં અચાનક ત્રાટકેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. આજે વહેલી સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન કાલાવડ તાલુકામાં ૧૧ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમા આજે સવારે ૪ થી ૮ વાગ્યા દરમિયાન માત્ર ૪ કલાકમાં જ ૬ ઇંચ વરસાદ પડતા જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
કાલાવડ તાલુકામાં ભારે વરસાદને કારણે બાલંભડી નદીમાં ગઈકાલે રાત્રે ઘોડાપૂર આવ્યું હતું. આ ઘોડાપૂરમાં ઘણા ઘરો પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરોને નુકસાન થયું હતું
જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા મુજબ, ગઈકાલે સવારે ૬ વાગ્યા થી આજે વહેલી સવારેના છ વાગ્યાના સમય દરમિયાન કાલાવડ તાલુકામાં સૌથી વધુ ૨૧૯ મિમી વરસાદ નોંધાયો છે, જામનગર શહેરમાં ૧૧૬ મિમી, જ્યારે જોડીયામાં ૧૬૦ મિમી, ધ્રોલમાં ૧૪૧ મિમી, , લાલપુરમાં ૧૮૦ મિમી અને જામજોધપુરમાં ૬૯ મિમી વરસાદ નોંધાયો છે.
વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. આ અચાનક પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.
જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે.
ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે.જિલ્લા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે અને જરૂરી સૂચનાઓ આપી છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે. જોકે, વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે.