જામનગર મિરર તા. 26 શ્રી લેઉવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સંસદ સભ્ય શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા તથા સ્વ. વિમલભાઇ ગલાણીની પૂણ્યતિથિ તેમજ કારગીલ વિજય દિવસ નિમિત્તે આજે ૨૬ જુલાઈ, શુક્રવારે સવારે ૯:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ, સરદાર પટેલ ચોક, રણજીતનગર, જામનગર ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.આ કેમ્પમાં શ્રી લેઉવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપ દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવતાની સેવા કરી હતી.મહિલા મંડળના ગ્રુપ દ્વારા રક્તદાન દરમિયાન દમયંતીબેન અજુડીયા,નિમુબેન દોંગા, આરતીબેન હિરપરા, દક્ષાબેન સંઘાણી એ જણાવ્યું હતું કે, “રક્તદાન એ માત્ર એક દાન નથી, પરંતુ એક જીવનદાન છે. મહિલાઓ સમાજનું મુખ્ય આધારસ્તંભ છે અને તેઓ સમાજસેવાના ક્ષેત્રે પણ અગ્રેસર રહે છે.આ રક્તદાન કેમ્પનું આયોજન ધારાસભ્ય દિવ્યેશ અકબરીની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે, “રક્તદાન એ મહાદાન છે અને આવા કાર્યક્રમો દ્વારા આપણે માનવતાની સેવા કરી શકીએ છીએ.” તેમણે આ કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાન કરનારા તમામ દાતાઓનો આભાર માન્યો હતો. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવતાની સેવા કરી હતી. આ કેમ્પ દ્વારા એકત્રિત થયેલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લેઉવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપ દ્વારા રક્તદાન: રક્તદાનની એક પ્રેરણાદાયી પહેલ જીવનદાતાઓ બનીને સમાજ સેવા..
0
109