જામજોધપુર ચાર, ધ્રાફામા છ ઇંચ, શેઠ વડાળા સાડા ત્રણ ઇંચ, વરસાદ

જામનગર મિરર, જામનગર મા અવિરત મેઘવર્ષા થઈ રહી છે. આજે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને આજે સવારે ૩ ઇંચ સહીત છેલ્લા ૨૪ કલાક મા ૯ ઈંચ પાણી પડી ગયું હતું . ઉપરાંત જામજોધપુર માં ત્રણ ઇંચ અને જામનગર શહેર માં બે ઇંચ વરસાદ આજે નોંધાયો છે.જામનગર જિલ્લાની વાત કરીએ તો આજે સવારે ૧૦ વાગે પૂરા થતા ર૪ કલાકમાં જામનગરમાં ૬૨ મી.મી., જોડિયામાં ૨૩૬ મી.મી., ધ્રોળમાં ૨૪ મી.મી., કાલાવડમાં ૨૬ મી.મી., લાલપુરમાં ૪૧ મી.મી. અને જામજોધપુરમાં ૧૨૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગરમાં ગત્ મધ્ય રાત્રિના જ ધોધમાર વરસાદ શરૂ થતાં દોઢ ઈંચ પાણી વરસી ગયું હતું.આ ઉપરાંત જામજોધપુરમાં પણ લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું હતું. સતત વરસી રહેલા સારા વરસાદના કારણે જિલ્લામાં રપ માંથી ૧૬ જળાશયો છલકાઈ ગયા છે.ઉમિયા સાગર ડેમના ૩ દરવાજા ૧.ર મીટર ખોલવામાં આવ્યા છે, તો ફુલઝર (કો.બા) ના ચાર દરવાજા ૦.૯ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આથી હેઠવાસના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.જામનગર જિલ્લાના કેટલાક ગામડામાં ગઈકાલે ખૂબ સારો વરસાદ થયો હતો, જ્યારે અમુક ગામડામાં નહીવત્ ઝાપટા પડ્યા હતા જેમાં વસઈ 42 મી.મી., લાખાબાવળ, 23 મી.મી., મોટી બાણુંગાર 31, ફલ્લા 26, જામવંથલી 21, મોટી ભલસાણ 26, અલીયાબાડા 20, દરેડ 30, હડીયાણા 75, બાલંભા 95, પીઠડ 36, લતીપુર 35, જાલીયાદેવાણી 5, લૈયારા 13, નિકાવા 5, ખરેડી 12, મોટા વડાળા 55, ભલસાણ બેરાજા 30, નવાગામ 26, મોટા પાંચદેવડા 58, સમાણા 36, શેઠ વડાળા 82, જામવાડી 108, વાંસજાળીયા 98, ઘુનડા 74, ધ્રાફા 150, પરડવા 65, પીપરટોડા 11, પડાણા 76, ભણગોર 46, મોટા ખડબા 65 મી.મી. વરસાદ નોંધાયો છે.