
જામનગર તા ૨૪ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે જામનગરની મુલાકાતે છે. ત્યારે તેઓને આવકારવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં પદાધિકારી અને અધિકારીગણ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગરમાં રાત્રી રોકાણ કરશે.

આવતીકાલે તા.૨૫ ફેબ્રુઆરીએ સવારે ૬.૩૦ કલાકે તેઓ દ્વારકા જવા રવાના થશે, અને દ્વારકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.મુખ્યમંત્રીના સ્વાગતમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, મુખ્યસચિવ રાજકુમાર, જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ,એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.


Hope shree Narendra Modi visit Jamnagar once in a year thanks 🙏