જામનગર ટ્રાફિક શાખાએ શહેરના સાત રસ્તા સર્કલ અને વિક્ટોરીયા પુલ પાસે ટ્રાફિક નીયમોનો ભંગ કરતા ૨૧ વાહનો ડીટેઈન કર્યા હતા. આ વાહનો પરમીટ ભંગ કરી વધુ પેસેન્જર પરીવહન કરતા હતા.આ અંગે જામનગર ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સપેકટર એમ.બી.ગજ્જરએ જણાવ્યું હતું કે, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આજે ટ્રાફિક શાખાના સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન ૨૧ વાહનો પરમીટ ભંગ કરી વધુ પેસેન્જર પરીવહન કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ વાહનોને ડીટેઈન કરીને તેમના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે .

આં સમગ્ર કાર્યવાહિમા પો.ઇન્સ. શ્રી એમ.બી.ગજ્જર, પો.સબ.ઇન્સ. શ્રી બી.એસ.વાળા, પો.સબ.ઇન્સ.શ્રી આર.સી.જાડેજા, પો.સબ.ઇન્સ.શ્રી આર.એલ.કંડોરીયા, એ.એસ.આઈ રમેશભાઈ નાથાભાઈ પરમાર, પો.હેડ.કોન્સ મહેન્દ્રસિંહ બી.ઝાલા, મનહરસિંહ વી. ઝાલા, ગીરીરાજસિંહ કીરીટસિંહ જાડેજા,ઘેલુગર પ્રતાપગર ગોસાઈ અને ટી.આર.બી જવાનોએ ભાગ લીધો હતો.