spot_img

જામનગરમાં આવતીકાલથી શ્રી મોટી હવેલીના ચિ.પૂ.શ્યામારાજા બેટીજીનાં શુભ વિવાહ પ્રસ્તાવનો ત્રિદિવસીય ઉત્સવ યોજાશે

ઉત્સવનું મુખ્ય સ્થળ શ્રીજી હોલ મેહુલનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મેદાનને સંપૂર્ણપણે સફાઈ બાદ સુંદર મંડપ ડેકોરેશન કરવામાં આવી રહી છે. ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. મહાપ્રસાદની તૈયારીઓ સહીત મેદાનમાં ઉજવણી માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી કરવામાં આવી રહી છે.

જામનગરની શ્રી મોટી હવેલી ના ગાદીપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજનાં આત્મજ પૂ. પા. ગો. શ્રી વલ્લભરાયજી મહોદયનાં આત્મજ ચિ.ગો.શ્યામારાજા બેટીજીનાં શુભ વિવાહ પ્રસ્તાવનો ઉત્સવ કારતક વદ આઠમ, નોમ અને દસમનાં આવતીકાલથી તા. ૫,૬ અને ૭ ડિસેમ્બર નાં મ્યુનિસિપલ કોર્પોરેશન મેદાન, શ્રીજી હોલ પાછળ, મેહુલ નગલ ટેલિફોન એક્સચેન્જ રોડ, જામનગર માં નિર્ધારીત કરવામાં આવ્યો છે.માંગલિક પ્રસંગને પગલે શ્રી મોટી હવેલી જામનગરમાં શ્રી મદનમોહન પ્રભુનાં વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.

શુભ વિવાહ પ્રસ્તાવ અંતર્ગત કારતક વદ આઠમને તા. ૫.૧૨.૨૦૨૩ ને મંગળવારે રાત્રે ૮ કલાકે નિશ્ચય તાંબુલ (બડી સગાઇ) યોજાશે.કારતક વદ નોમ તા. ૬.૧૨.૨૦૨૩ ને બુધવારે બપોરે ૧૨ કલાકે વૃદ્ધીની સભા તથા સાંજે ૭ કલાકે શુભ વિવાહ ઉત્સવ ઉજવાશે. કારતક વદ દસમ તા. ૭.૧૨.૨૩ ને ગુરૂવારે બપોરે ૧૨.૦૦ કલાકે બડી પઠોની (વિદાઇ) કાર્યક્રમ યોજાશે.

બહારગામથી આવનારા વૈષ્ણવો માટે ઉતારા તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આમંત્રિત અતિથીઓ માટે તા. ૬.૧૨.૨૩ ને બુધવારે રાત્રે ૯ કલાકે શુભ વિવાહ પ્રસ્તાવનાં શુભ સ્થળે જ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.પૂ.પા.ગો. ૧૦૮ શ્રી હરીરાયજી તથા પૂ.પા.ગો.વલ્લભરાયજી મહોદય ની નિશ્રામાં ઉજવાનારા શુભ પ્રસંગે શ્રી. ચિ. પૂ.પા.ગો.શ્રી રસાદ્રરાયજી તથા ચિ. પૂ. પા.ગો.શ્રી પ્રેમાર્દ્રરાયજીનું સાંનિધ્ય પણ પ્રાપ્ત થશે. માંગલિક અવસરને પગલે વૈષ્ણવ સમાજમાં હરખની હેલી છે.

જામનગરની શ્રી મોટી હવેલીના ગાદીપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજનાં આત્મજ પૂ. પા. ગો. શ્રી વલ્લભરાયજી મહોદયનાં આત્મજ ચિ.ગો.શ્યામારાજા બેટીજીનાં શુભ વિવાહ પ્રસ્તાવની તૈયારીઓ ધમધમી રહી છે. આ ત્રિદિવસીય ઉત્સવને સફળ બનાવવા માટે સંબંધિત તમામ વિભાગો દ્વારા ભારે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મહાપ્રસાદની તૈયારીઓ: ઉત્સવમાં ભાગ લેનારા તમામ વૈષ્ણવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહાપ્રસાદ માટે તાજા શાકભાજી, ફળો, અને અન્ય ખોરાકની ખરીદી કરવામાં આવી રહી છે. મહાપ્રસાદ બનાવવા માટે વિશેષ શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવામાં આવશે.

જામનગરમાં આવતીકાલથી શ્રી મોટી હવેલીના ચિ.પૂ.શ્યામારાજા બેટીજીનાં શુભ વિવાહ પ્રસ્તાવનો ત્રિદિવસીય ઉત્સવ યોજાશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles