spot_img

લંડનમાં “સરદારકથા”નું ભવ્ય આયોજન: સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની અનોખી શ્રદ્ધાંજલિ

યુકેના ગુજરાતી સંગઠનો અને સરદારધામના ઉપક્રમે આવતીકાલે ૨૦-૨૧ સપ્ટેમ્બરે કાર્યક્રમ, શ્રી શૈલેષભાઈ સગપરિયા આપશે વક્તવ્ય’ યુનિક એન્ડ ઈન્ક્રેડિબલ સ્ટોરીઝ ફ્રોમ ધ લાઈફ ઓફ સરદાર’ વિષય હેઠળ લંડનમાં બેરિસ્ટર તરીકેના સંઘર્ષની વાત કહેવાશે.

લંડન: ભારતના લોહ પુરુષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનું આ સાર્ધ શતાબ્દી એટલે કે ૧૫૦મું વર્ષ છે. રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવા અને તેમની વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવા માટે લંડન ખાતે એક અનોખા કાર્યક્રમ, “સરદારકથા”નું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ કાઉન્સિલ ઑફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK) અને સરદારધામના સંયુક્ત ઉપક્રમે આ બે દિવસીય ભવ્ય કાર્યક્રમ આવતીકાલે એટલે કે ૨૦ અને ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાશે.આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન લંડનના Navnat Centre, Printing House Lane, Hayes, UB3 1AR, England ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ બંને દિવસ સાંજે ૪:૦૦ કલાકે (BST) શરૂ થશે. “સરદારકથા”ના મુખ્ય વક્તા તરીકે પૂર્વ ક્લાસ-૧ અધિકારી અને સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયા રહેશે. તેઓ “Unique and Incredible Stories from the Life of Sardar” વિષય અંતર્ગત સરદાર સાહેબના જીવનના અનોખા અને અદ્ભુત પ્રસંગો રજૂ કરશે.

આ “સરદારકથા”ની સૌથી મોટી વિશેષતા એ છે કે લંડન ખાતે જ બેરિસ્ટર બનવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા સંઘર્ષ અને ત્યાગની વાર્તાઓ પહેલી જ વાર રજૂ થવાની છે. આ એ જ શહેર છે જ્યાં સરદાર સાહેબે કાયદાનું શિક્ષણ મેળવી પોતાની પ્રતિભાને ઘડી હતી અને ત્યારબાદ દેશને આઝાદીના માર્ગે દોરવવામાં અગ્રેસર રહ્યા હતા. લંડન ખાતે યોજાઈ રહેલી આ કથા યુકેમાં વસતા ભારતીય સમુદાય માટે એક અનોખો રોમાંચ અને ગૌરવની લાગણી પેદા કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમ અંગે વાત કરતાં સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે, “સરદારસાહેબે બેરિસ્ટર બનવા માટે કરેલો સંકલ્પ અને ત્યાગ આપણને સૌને પ્રેરણા આપે છે. લંડનમાં થતી આ કથા યુકેમાં વસતા ભારતીયો માટે અનોખો રોમાંચ અનુભવનારી સાબિત થશે.”

આ પ્રસંગે વક્તા શ્રી શૈલેષભાઈ સગપરિયાએ ઉમેર્યું કે, “દેશ અને સ્વાતંત્ર્ય માટે સરદારસાહેબે કરેલ અનેક બલિદાનોની વાતો આપણે કદાચ ભૂલી ગયા છીએ. આ કથા દ્વારા નવા પેઢી સુધી સરદાર સાહેબે આપેલ સંદેશ પહોંચશે અને તેમનામાં દેશભક્તિના ભાવ જાગૃત થશે.”કાર્યક્રમમાં ઉપસ્થિત થનાર તમામ મહેમાનો અને શ્રોતાઓ માટે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે ૮:૦૦ વાગ્યે વિશેષ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. લંડન ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાઈ રહેલો આ કાર્યક્રમ ભારતના એક મહાન નેતાના આદર્શોને વૈશ્વિક સ્તરે પ્રચારિત કરવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles