spot_img

નવરાત્રી દરમિયાન મેઘરાજાનો કહેર: જામનગરમાં નવરાત્રીના રંગમાં ભંગ, આયોજકોના લાખો રૂપિયા પાણીમાં અને ખેલૈયાઓના અરમાનો અધૂરા

દિવસભરના અસહ્ય બફારા અને ઉકળાટ બાદ રાત્રિના સુમારે અચાનક ત્રાટકેલા અનરાધાર વરસાદે ગરબાના તાલે ઝૂમવા થનગનતા હજારો ખેલૈયાઓના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દીધું, શહેરના મુખ્ય આયોજનોના સ્થળો પાણીમાં ગરકાવ થતાં આયોજકોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો.

*જામનગર: સમગ્ર દિવસ દરમિયાન સૂર્યનારાયણના પ્રકોપ અને અસહ્ય બફારાથી ત્રસ્ત થયેલા જામનગરવાસીઓ નવરાત્રીના પાવન પર્વની રાત્રિને ગરબાના તાલે મન ભરીને માણવા માટે થનગની રહ્યા હતા, પરંતુ કુદરતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું.

મુંબઈ, અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોને ધમરોળ્યા બાદ મેઘરાજાએ જાણે જામનગર પર પોતાનો કહેર વરસાવ્યો હોય તેમ, રાત્રિના બરાબર સાડા નવ વાગ્યાના સુમારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર અડધીથી પોણી કલાકના ટૂંકા ગાળામાં જ શહેરના અનેક વિસ્તારોમાં જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે નવરાત્રીના ભવ્ય આયોજનો કરીને બેઠેલા આયોજકોના સપનાઓ પર પાણી ફરી વળ્યું હતું અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

આખી નવરાત્રી જેની રાહ જોઈ હોય અને એ જ રાત્રે આમ વરસાદ આવે તો ખૂબ જ દુઃખ થાય. અમારી બધી તૈયારીઓ અને ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે.” શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે લાલપુર બાયપાસ રોડ, પવનચક્કી વિસ્તાર અને રણજીત નગરના કેટલાક ગરબા સ્થળોએ તો પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે નાના આયોજકો અને ખાણી-પીણીના સ્ટોલ ધારકોની હાલત પણ કફોડી બની હતી. આમ, મેઘરાજાના અણધાર્યા આગમને જામનગરના નવરાત્રી પર્વના રંગમાં રીતસરનો ભંગ પાડ્યો છે અને ખેલૈયાઓની ચિંતાની સાથે આયોજકોને આર્થિક રીતે મોટી ખોટ પહોંચાડી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles