ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઈરાનના સર્વોચ્ચ સુરક્ષા અધિકારી ડૉ. મોહસેન રેઝાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ઉચ્ચસ્તરીય મંત્રણા દરમિયાન બંને સુરક્ષા પ્રમુખોએ પશ્ચિમ એશિયા સહિત વૈશ્વિક સ્તરે આકાર લઈ રહેલા તાજેતરના પ્રાદેશિક પ્રવાહો અને ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ પર ગહન વિચાર-વિમર્શ કર્યો હતો.
આ સંવાદ દરમિયાન ભારત અને ઈરાન વચ્ચેના પરસ્પર હિત સાથે સંકળાયેલા વિવિધ મહત્વપૂર્ણ વિષયો કેન્દ્રસ્થાને રહ્યા હતા. બંને દેશોના નેતાઓએ વર્તમાન સુરક્ષા પરિદ્રશ્ય, ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પરસ્પર સહયોગ સુદ્રઢ કરવા પર ભાર મૂક્યો હતો.
નોંધનીય છે કે, વર્તમાન સંવેદનશીલ વૈશ્વિક માહોલમાં ભારત અને ઈરાન વચ્ચેનો આ સંપર્ક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને પક્ષોએ પરસ્પર વિશ્વાસ અને ઐતિહાસિક સંબંધોને આગળ ધપાવતા આગામી દિવસોમાં પણ વિવિધ સુરક્ષાત્મક અને વ્યુહાત્મક મુદ્દાઓ પર નિરંતર સંપર્ક જાળવી રાખવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
