JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

શૈક્ષણિક ક્ષેત્રે ભ્રષ્ટાચાર મામલે અભિનેતા-નેતા વિજયનો હુંકાર, વિદ્યાર્થીઓને અન્યાય સામે અવાજ ઉઠાવવા કરી અપીલ

શૈક્ષણિક ક્ષેત્રે ભ્રષ્ટાચાર મામલે અભિનેતા-નેતા વિજયનો હુંકાર, વિદ્યાર્થીઓને અન્યાય સામે અવાજ ઉઠાવવા કરી અપીલ
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે ચેન્નાઈમાં એક કાર્યક્રમ દરમિયાન શાળાના પુસ્તકોમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે ક્યારેય ચૂપ ન બેસતા પરંતુ તેનો નીડરતાપૂર્વક વિરોધ કરજો.

તમિલનાડુના મુખ્યમંત્રી અને તમિલગા વેિટ્રી કઝહગમ (TVK) ના નેતા વિજયે ગુરુવારે ચેન્નાઈના નીલાંકારાઈ ખાતે યોજાયેલા એક ભવ્ય સન્માન સમારોહમાં યુવા વિદ્યાર્થીઓને સંબોધિત કરતા શિક્ષણ ક્ષેત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે લાલબત્તી ધરી હતી. પાર્ટી દ્વારા આયોજિત બે દિવસીય આ કાર્યક્રમના પ્રથમ દિવસે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સમાજમાં ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે હવે બાળકોની શાળાની લાયબ્રેરીમાં વંચાતા પુસ્તકો પણ તેનાથી બચ્યા નથી. તેમણે સ્વીકાર્યું કે આ મુદ્દે રાજકારણ કરવાનો આક્ષેપ થઈ શકે છે, તેમ છતાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમણે આ ગંભીર બાબત સામે અવાજ ઉઠાવવાનું યોગ્ય માન્યું હતું.

વિજયે ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું કે લોકો ભ્રષ્ટાચારથી એટલા ટેવાઈ ગયા છે કે તેઓ તેને સહન કરવા લાગ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે. તેમણે વિપક્ષોના પડકારનો જવાબ આપતા પોતાની પાસે રહેલી ફાઇલોનો ઉલ્લેખ કર્યો હતો અને કોઇપણ ડર વગર શૈક્ષણિક તથા સાર્વજનિક જીવનમાં થઈ રહેલા ભ્રષ્ટાચારના પુરાવાઓ બહાર લાવ્યા હતા. કોયમ્બતુર સહિતના વિવિધ જિલ્લાઓમાં થયેલી કથિત અનિયમિતતાઓ તરફ ઈશારો કરતા તેમણે ઉમેર્યું કે આ દિશામાં લેવાયેલા પગલાંઓએ ભ્રષ્ટાચારીઓની ઊંઘ હરામ કરી દીધી છે અને સમયની સાથે અન્ય બાબતોના ખુલાસા પણ બહાર આવશે.

આ પ્રસંગે ટીવીકે (TVK) દ્વારા ધોરણ 10 અને 12 માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા વિજયે તેમને પોતાના નાના ભાઈ તરીકે સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે જાહેર જીવનમાં લેવાતા નિર્ણયો સીધા તેમના જીવનને પ્રભાવિત કરતા હોય ત્યારે તેઓ મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે. તેમણે યુવા પેઢીને ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરી પ્રગતિ સાધવા અને ભ્રષ્ટાચાર સામે હંમેશા સવાલ પૂછતા રહેવાની તાકીદ કરી હતી.

શિક્ષણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES