JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો બેરોજગારી દર ઘટીને ૬.૧ ટકા થયો, ગ્રામીણ રોજગારીમાં મોટો સુધારો

Nov 10, 2026 | 17:55 | By JAMNAGAR MIRROR
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો બેરોજગારી દર ઘટીને ૬.૧ ટકા થયો, ગ્રામીણ રોજગારીમાં મોટો સુધારો
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પીરિયડિક લેબર ફોર્સ સર્વેના તાજા આંકડા મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી ઘટવાને કારણે જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન દેશનો કુલ બેરોજગારી દર ઘટીને ૫.૧ ટકા પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા પીરિયડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના અહેવાલ પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્ર માટે રાહતજનક સમાચાર સામે આવ્યા છે. અગાઉના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં જે બેરોજગારી દર ૫.૪ ટકા હતો, તે ઘટીને જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૬માં ૫.૧ ટકા નોંધાયો છે. આ ઘટાડા પાછળ મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં થયેલો વધારો જવાબદાર છે, જ્યાં બેરોજગારીનો દર ૪.૮ ટકાથી ઘટીને સીધો ૪.૩ ટકા પર આવી ગયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારીના દરમાં નજીવો વધારો જોવા મળ્યો છે અને તે ૬.૭ ટકાથી વધીને ૬.૮ ટકા થયો છે.

આ સર્વેના આંકડા દર્શાવે છે કે દેશમાં માત્ર બેરોજગારી જ ઘટી નથી, પરંતુ કામ કરવાની કે કામની શોધમાં હોય તેવી સક્રિય વસ્તીના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ૧૫ વર્ષ કે તેથી વધુ વાયુજૂથના લોકો માટે શ્રમ બળમાં સહભાગિતાનો દર ૫૪.૬ ટકાથી વધીને ૫૫.૫ ટકા થયો છે, જેમાં ગ્રામીણ વિસ્તારોનું યોગદાન સૌથી વધુ રહ્યું છે. ખાસ કરીને મહિલાઓની આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગીદારી ઉત્સાહજનક રહી છે, કારણ કે રોજગાર મેળવનાર કે નોકરી શોધનાર મહિલાઓનો દર ૩૩.૨ ટકાથી વધીને ૩૪.૭ ટકા પર પહોંચ્યો છે. સત્તાવાર અંદાજ મુજબ આ ત્રિમાસિક ગાળામાં દેશભરમાં આશરે ૫૭.૯ કરોડ લોકો રોજગારી સાથે જોડાયેલા હતા, જેમાં ૪૦.૫ કરોડ પુરુષો અને ૧૭.૪ કરોડ મહિલાઓ સામેલ છે.

ગ્રામીણ અર્થતંત્રની મજબૂતાઈને કારણે ખેતી ક્ષેત્રે જોડાયેલા શ્રમિકોની ટકામાં પણ મોટો ઉછાળો આવ્યો છે, જે અગાઉના ૫૨.૯ ટકાથી વધીને જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન ૫૬.૭ ટકા થયો છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં સ્વ-રોજગાર ધરાવતા લોકોનું પ્રમાણ પણ વધીને ૬૨.૭ ટકા સુધી પહોંચ્યું છે, જ્યારે શહેરોમાં નિયમિત વેતન મેળવનાર નોકરીયાતોનો હિસ્સો ૪૯.૬ ટકા રહ્યો છે. સરકારના આ આંકડા સ્પષ્ટપણે સાબિત કરે છે કે દેશના શ્રમ બજારમાં સુધારો થઈ રહ્યો છે અને નીતિગત પગલાંઓની સકારાત્મક અસરો હવે જમીની સ્તરે દેખાઈ રહી છે.

LATEST ARTICLES