દિલ્હીના રાજકારણમાં આજનો દિવસ અત્યંત હલચલભર્યો રહ્યો છે, જ્યાં 'ઈન્ડિયા' ગઠબંધન અને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સામસામે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ વિપક્ષી ગઠબંધન દ્વારા 'ચલો દિલ્હી' માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. મિન્ટો રોડ અને કનૉટ પ્લેસના જંક્શનથી શરૂ થયેલી આ કૂચ રામલીલા મેદાન પર પહોંચી હતી, જ્યાં એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વિપક્ષી દળો મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને ચૂંટણી પંચ સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.
બીજી બાજુ, સત્તાધારી ભાજપે વિપક્ષના આ અભિયાન સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપે પશ્ચિમ દિલ્હીના શિખ બહુલ હરિ નગર વિસ્તારથી તિલક નગર સુધી એક પ્રભાવશાળી વિરોધ કૂચ યોજી હતી. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય 1984ના સિખ વિરોધી રમખાણોમાં મારલા ગયેલા નિર્દોષોને શ્રદ્ધાંજલિ આપવાનો હતો. ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા 'ચલો દિલ્હી' માર્ચ માટે આજની તારીખ જાણી જોઈને પસંદ કરવામાં આવી છે, જે અત્યંત શરમજનક અને સંવેદનશીલ મુદ્દો છે. ભાજપે કોંગ્રેસના ભૂતકાળના કાળાં કારનામાંઓ અને હિસાબ સામે પ્રશ્નો ઉઠાવીને વિપક્ષી ગઠબંધનને નૈતિક રીતે ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
આ રાજકીય ટક્કર માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત ન રહેતા પડોશી રાજ્ય હરિયાણા સુધી વિસ્તરી છે. હરિયાણાના રોતક ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનના નેતૃત્વમાં 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' શીર્ષક હેઠળ એક ભવ્ય વિરોધ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીનો હેતુ વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી અરાજકતાવાળી રાજનીતિ અને જનમાનસમાં ઊભા થતા ભ્રમનો પર્દાફાશ કરવાનો હતો. એક તરફ વિપક્ષ લોકતાંત્રિક સંસ્થાઓની સ્વાયત્તતા અને પારદર્શિતાના મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે, તો બીજી તરફ શાસક પક્ષ વિપક્ષના ઈતિહાસ અને તેમના વિરોધ પ્રદર્શનોની ટાઈમિંગ પર સવાલ ઉઠાવીને રાજકીય કિનારો મેળવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે.
