JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ઈન્ડિયા ગઠબંધનની રેલીને કારણે દિલ્હીમાં અંદાજે અઢી લાખ દુકાનો બંધ રહેવાની આશંકા, વ્યાપારીઓને કરોડોનું નુકસાન થવાની ભીટી

Nov 01, 2026 | 12:52 | By JAMNAGAR MIRROR
ઈન્ડિયા ગઠબંધનની રેલીને કારણે દિલ્હીમાં અંદાજે અઢી લાખ દુકાનો બંધ રહેવાની આશંકા, વ્યાપારીઓને કરોડોનું નુકસાન થવાની ભીટી
રામલીલા મેદાન ખાતે યોજાનારી ઈન્ડિયા ગઠબંધનની રેલીને પગલે દિલ્હીના મુખ્ય બજારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વ્યાપારી સંગઠન CTIના દાવા મુજબ તહેવારોની મોસમમાં વેપારને મોટો ફટકો પડી શકે છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ઈન્ડિયા ગઠબંધનની 'ચલો દિલ્હી' રેલીને કારણે રાજધાનીના મુખ્ય વેપારી કેન્દ્રો પર ગંભીર અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રેલીના સ્થળથી પાંચ કિલોમીટરના ત્રિજ્યામાં આવેલા બજારોની આશરે અઢી લાખ જેટલી દુકાનો બંધ રહી શકે છે. ચાંદની ચોક, સદર બજાર, કીનારી બજાર, કરિયાણા બજાર અને કોનોટ પ્લેસ જેવા મોટા વેપારી હબમાં અંદાજે ત્રણ લાખ દુકાનો આવેલી છે, જેમાંથી ૮૦ ટકા જેટલી દુકાનો બંધ રહેવાનું અનુમાન છે. ટ્રાફિક પર પ્રતિબંધો અને ભારે ભીડની આશંકાના કારણે સ્થાનિક દુકાનદારોમાં અસુરક્ષાની ભાવના પ્રબળ બની છે.

વેપારી સંગઠન CTIએ આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચોથો પત્ર લખીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. પરિસ્થિતિ એવી છે કે દિલ્હીના આ મુખ્ય ૨૨ જથ્થાબંધ અને છૂટક બજારોમાં દૈનિક ધોરણે ૧૦,થી ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર થતો હોય છે. હાલમાં દિવાળી અને ધનતેરસ જેવો તહેવાર નજીક હોવાથી આ સમયગાળો વેપારીઓ માટે સૌથી મહત્વનો માનવામાં આવે છે. પરંતુ, આ રેલી અને ભીડના ડરના કારણે પાડોશી શહેરોમાંથી દિલ્હી ખરીદી કરવા આવતા ૩ થી ૪ લાખ ગ્રાહકો પણ બજારોમાં આવ્યા નહોતા. ટ્રાફિક વ્યવ્ષા અને માલસામાનની અવરજવરને અસર થવાથી આ ઉત્સવના માહોલમાં વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેની ભરપાઈ કરવી અસંભવ છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે રાજકીય નિવેદનબાજી પણ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેલીમાં આવનારા લોકોને બજારોમાં જઈને ખરીદી કરવા અને વેપારીઓને સમર્થન આપવા અપીલ કરી હતી, સાથે જ ભાજપ પર અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, CTI અને ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે રાહુલ ગાંધીના આ નિવેદનની આકરી ટીકા કરી છે. પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે દિલ્હીના બજારોને રાજકીય ભીડની નહીં પરંતુ ગ્રાહકોની જરૂર છે અને તહેવારોની મોસમમાં આવું આયોજન કરવું એ વેપારી સમુદાય સાથે ક્રૂર મજાક સમાન છે. વેપારીઓનો સ્પષ્ટ મત છે કે તેઓ કોઈપણ રેલીની વિરુદ્ધ નથી, પરંતુ તહેવારની મોસમમાં તેમના રોજિંદા ધંધા અને ગ્રાહકોની અવરજવર સુરક્ષિત રહેવી અત્યંત આવશ્યક છે.

LATEST ARTICLES