JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

તમિલનાડુમાં PG મેડિકલ પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ

Nov 01, 2026 | 12:50 | By JAMNAGAR MIRROR
તમિલનાડુમાં PG મેડિકલ પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ
તમિલનાડુ સ્ટેટ સિલેક્શન કમિટી દ્વારા શનિવારથી પીજી મેડિકલ કોર્સિસ માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઈન કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો આગામી મંગળવાર બપોરે ૩ વાગ્યા સુધી તેમની પસંદગીની કોલેજ અને કોર્સ લોક કરી શકશે.

રાજ્યની સરકારી તબીબી કોલેજો, સેલ્ફ-ફાઈનાન્સિંગ મેડિકલ કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓની સ્ટેટ-કોટા બેઠકો માટે આ કાઉન્સેલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નીટ-પીજી (NEET-PG) મેરિટ અને અનામતની નીતિના આધારે પ્રવેશ આપવામાં આવનાર છે, જેના માટે રાજ્યભરમાંથી ૧૨,૦૮૪ જેટલા તબીબોએ ઉત્સાહભેર અરજી કરી છે. અરજીઓની ચકાસણી બાદ જાહેર કરાયેલ રેન્ક લિસ્ટમાં સરકારી ક્વોટા માટે ૭,૯૬૮ અને મેનેજમેન્ટ ક્વોટા માટે ૩,૬૪૩ ઉમેદવારો પાત્ર ઠર્યા છે, જેઓ હવે પ્રવેશ મેળવવા માટે સ્પર્ધા કરશે.

રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટની કુલ ૨,૩૫૮ બેઠકો ઉપલબ્ધ છે. જેમાંથી ઓલ-ઈન્ડિયા ક્વોટા હેઠળ ૧,૧૧૫ બેઠકો ફાળવ્યા બાદ, રાજ્યના વિદ્યાર્થીઓ માટે ૧,૨૪૩ બેઠકો ખુલ્લી મૂકવામાં આવી છે. આ બેઠકોમાંથી ૬૧૬ બેઠકો ઇન-સર્વિસ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે જ્યારે ૬૨૭ બેઠકો ઓપન કેટેગરી માટે છે. આ ઉપરાંત, સેલ્ફ-ફાઈનાન્સિંગ કોલેજોમાં પણ ૧,૧૪૬ બેઠકો ઉપલબ્ધ છે, જેથી વિદ્યાર્થીઓ પાસે પસંદગી માટે વિશાળ તકો રહેલી છે.

સિલેક્શન કમિટીના સચિવાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પ્રથમ રાઉન્ડના પ્રવેશ માટેના પરિણામો આગામી ૫ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. તેમજ એમસીસી (MCC) દ્વારા ફાળવવામાં આવેલી કોલેજોમાં જોડાવાની અંતિમ તારીખ ૬ નવેમ્બર નક્કી કરાઈ છે. સચિવાયલે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓ કેન્દ્ર કે રાજ્ય કઈ બેઠક પસંદ કરવી તે અંગે સભાન અને યોગ્ય નિર્ણય લઈ શકે તે હેતુસર આ આયોજન પારદર્શક રીતે કરવામાં આવી રહ્યું છે.

LATEST ARTICLES