JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

યુપીમાં ડબલ એન્જિન સરકાર નહીં પણ ડબલ હાર થઈ છે: અખિલેશ યાદવનો આક્રમક પ્રહાર

Nov 01, 2026 | 12:47 | By JAMNAGAR MIRROR
યુપીમાં ડબલ એન્જિન સરકાર નહીં પણ ડબલ હાર થઈ છે: અખિલેશ યાદવનો આક્રમક પ્રહાર
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ પર ચૂંટણીમાં અન્યાયનો ગંભીર આક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા ૧.૨૭ કરોડ મત ઘટ્યાના સ્વીકાર પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું કે આ વાત MLC ચૂંટણી હાર્યા પછી જ કેમ યાદ આવી?

દિલ્હીના રામલીલા મેદાન ખાતે INDIA ગઠબંધનની રેલીમાં પહોંચેલા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપના 'ડબલ એન્જિન સરકાર'ના નારા પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આ સરકાર 'ડબલ ઝીરો' સાબિત થઈ રહી છે. યાદવે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષે લોકશાહીમાં તમામ મર્યાદાઓ વટાવી દીધી છે અને ચૂંટણી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં મતોની હેરાફેરી અને ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતો અંગે તેમણે સવાલો ઉઠાવ્યા હતા કે આ ગંભીર મુદ્દો માત્ર સત્તાધારી પક્ષની હાર બાદ જ કેમ પ્રકાશમાં આવ્યો છે.

મુખ્યમંત્રી દ્વારા ઉત્તર પ્રદેશમાં ૧.૨૭ કરોડ મત ઓછા થયા હોવાના દાવા પર પ્રતિક્રિયા આપતી વખતે અખિલેશ યાદવે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આટલા મોટાપાયે હિન્દુ મતો મતદાર યાદીમાંથી ગાયબ થવાની વાત ખુદ એક મંત્રી કે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તેનો સમય ઘણો શંકાસ્પદ છે. તેમણે જણાવ્યું કે જે રાજ્યમાંથી ખુદ દેશના વડાપ્રધાન આવે છે, ત્યાં જ જો આ પ્રકારના નિવેદનો આપવામાં આવતા હોય તો તે શાસન વ્યવસ્થા પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ ઊભો કરે છે. MLC ચૂંટણીમાં પરાજય સ્વીકારવાનો ઇનકાર કરીને ભાજપ દ્વારા પુનઃમતગણતરી માટે ચૂંટણી પંચના દરવાજા ખખડાવવા પર પણ તેમણે તીખી પ્રતિક્રિયા આપી હતી.

અખિલેશ યાદવે મતદાર યાદીમાંથી નામ કમી થવાને કારણે પ્રભાવિત થયેલા લાખો લાભાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ પણ આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે રામલીલા મેદાનના આંદોલનમાં જોડાઈ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ લડાઈ માત્ર રાજકીય નથી, પરંતુ તે જનતા સાથે થઈ રહેલા અન્યાય અને ખોા વાયદાઓ વિરુદ્ધનું એક મોટું જનઆંદોલન છે. INDIA ગઠબંધનના આ મંચ પરથી વિપક્ષી નેતાઓએ ભાજપની નીતિઓ સામે એક થઈને સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.

LATEST ARTICLES