JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

જર્મનીમાં મોંઘવારી અને શિક્ષણ મુદ્દે 'જેન ઝી' યુવાનોનું વિરાટ પ્રદર્શન

Nov 01, 2026 | 12:42 | By JAMNAGAR MIRROR
જર્મનીમાં મોંઘવારી અને શિક્ષણ મુદ્દે 'જેન ઝી' યુવાનોનું વિરાટ પ્રદર્શન
યુરોપના અન્ય દેશોની જેમ હવે જર્મનીમાં પણ 'જેન ઝી' યુવા પેઢીએ મોંઘવારી અને શિક્ષણ ક્ષેત્રે પૂરતા રોકાણની માંગ સાથે રસ્તા પર ઉતરીને વ્યાપક વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. હેલોવીન તહેવાર અને સુરક્ષા જોખમો વચ્ચે યોજાયેલી આ રેલીઓમાં દેશભરમાંથી હજારો યુવાનો જોડાયા હતા.

બર્લિન, ફ્રેન્કફર્ટ અને મ્યુનિક સહિત જર્મનીના અંદાજે ૩૪ જેટલા શહેરોમાં 'જેન ઝી રેગેલ્ટ' (Gen Z takes charge) અભિયાન અંતર્ગત આ ભવ્ય વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે હેલોવીન પર્વની ઉજવણી સાથે યોજાયેલી આ કૂચમાં હજારોની સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. આ યુવા આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓમાં ફરજિયાત લશ્કરી સેવા (મિલિટરી સર્વિસ)નો વિરોધ કરવાનો અને શિક્ષણ ક્ષેત્રે સરકારી રોકાણ વધારવાનો સમાવેશ થાય છે. આજના યુવાનો મોંઘવારીના વધતા બોજ હેઠળ દબાઈ રહ્યા છે અને સરકાર દ્વારા તેમની અવગણના કરવામાં આવી રહી છે તેમ આયોજકોનું માનવું છે. મ્યુનિકમાં રેલીને સંબોધતા ૧૮ વર્ષીય સ્ટીવે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર યુવાનોના પ્રશ્નો સાંભળીને યોગ્ય પગલાં નહીં ભરે ત્યાં સુધી અમારું આ બંધારણીય આંદોલન જારી રહેશે.

જોકે, આ આંદોલનને લઈને જર્મન સત્તાવાળાઓમાં ચિંતાનું મોજું પણ જોવા મળ્યું છે. આયોજકોએ ૧.૮૨ લાખથી વધુ લોકોની ઉપસ્થિતિનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવિક ટર્નઆઉટ તેના કરતા ઘણો ઓછો રહ્યો હતો અને પોલીસે ત્રણ મુખ્ય શહેરોમાં આશરે ૬,૦00 પ્રદર્શનકારીઓની નોંધ કરી હતી. ફ્રાન્સમાં તાજેતરમાં જોવા મળેલી હિંસા, લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓ જેવી સ્થિતિ જર્મનીમાં ન સર્જાય તે માટે તંત્ર સંપૂર્ણ સતર્ક છે. હેઝ રાજ્યના આંતરિક પ્રધાન રોમન પોસેકે ચેતવણી આપી હતી કે, વિદેશી અને અતિ-ડાબેરી ઉગ્રવાદી જૂથો આ શાંતિપૂર્ણ આંદોલનનો ગેરલાભ ઉઠાવવા માટે સક્રિય થયા છે. સંભવિત અશાંતિ અને હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને બર્લિનના પ્રખ્યાત કુરફુરસ્ટેન્ડામ શોપિંગ બુલેવાર્ડ સહિતના અનેક વિસ્તારોમાં વેપારીઓએ પોતાની દુકાનોની બારીઓ પર લાકડાના પાટિયા જડી દીધા હતા અને દુકાનો વહેલી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

આ અભિયાન પાછળ યુવાનોના વાસ્તવિક પ્રશ્નો છે પરંતુ તેની આગેવાની કોના હાથમાં છે તેને લઈને કેટલાક સવાલો પણ ઉભા થયા છે. જર્મનીની રાષ્ટ્રીય વિદ્યાર્થી સંસ્થા બીએસકે (BSK) એ આ ચોક્કસ અભિયાનથી પોતાને અલગ કરી લીધું છે અને આગામી ૨૦ નવેમ્બરે અલગથી વિરોધ દિવસ યોજવાની જાહેરાત કરી છે. તેમ છતાં, બર્લિન ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થી શાન બેકર જેવા અનેક યુવાનો કેમ્પસની ખરાબ હાલત અને જર્જરિત ઇમારતો સામે અવાજ ઉઠાવવા માટે આ પ્રદર્શનમાં જોડાયા હતા. હાલમાં જર્મની આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે, વસ્તી વૃદ્ધિ દર ઘટ્યો છે અને પેન્શન તથા સાર્વજનિક સેવાઓ પરનું દબાણ વધી રહ્યું છે, ત્યારે આ યુવા આંદોલન દેશના રાજકીય અને આર્થિક માળખા પર મોટી અસર છોડી રહ્યું છે.

LATEST ARTICLES