દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનાર ઇન્ડિયા ગઠબંધનની વિશાળ રેલી અને 'ચલો દિલ્હી' માર્ચને પગલે રાજધાનીના વેપારી વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) ના રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રિજેશ ગોયલે દાવો કર્યો છે કે રામલીલા મેદાનની આસપાસના ૫ થી ૭ કિલોમીટરના ત્રિજ્યામાં આવેલા મોરી ગેટ, કાશ્મીરી ગેટ, ચાંદની ચોક, સદર બજાર, કીનારી બજાર અને કનોટ પ્લેસ જેવા અંદાજે ૨૨ મોટા જથ્થાબંધ અનેચૂટક બજારોમાં લગભગ ૩ લાખ દુકાનો આવેલી છે. ટ્રાફિકના નિયંત્રણો, ભીડભાડ અને સુરક્ષા વ્યવસ્થાઓને કારણે ફેલાયેલીે અફરાતફરી અને ગભરાટના માહોલ વચ્ચે આ બજારોની આશરે ૮૦ ટકા એટલે કે અંદાજે ૨.૫ લાખ દુકાનો બંધ રહેવાની ધારણા છે, જેનાથી વેપારીઓમાં ભારે નિરાશા પ્રયાલાઈ છે.
આ સંભવિત વ્યાપારિક નુકસાનને લઈને CTI દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચોથો પત્ર લખવામાં આવ્યો છે. વેપારી સંગઠને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ રાજકીય રેલીના વિરોધી નથી, પરંતુ દિવાળી અને ધનતેરસ જેવા તહેવારોની પિક શોપિંગ સિઝન દરમિયાન માલસામાનની અવરજવર, લોડિંગ-અનલોડિંગ અને ટ્રાફિક વ્યવસ્થા અદ્યતન રીતે પ્રભાવિત થવાથી વેપારને મોટો ફટકો પડ્યો છે. સામાન્ય દિવસોમાં આ બજારોમાંથી પાડોશી શહેરોમાંથી આવતા ૩ થી ૪ લાખ ગ્રાહકો પણ ખરીદી માટે નહીં આવી શકે, કારણ કે આ ૨૨ મુખ્ય બજારો દૈનિક ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું જંગી ટર્નઓવર ધરાવે છે. તહેવારોના આ નિર્ણાયક સમયમાં થનારા આબરો-અબજો રૂપિયાના નુકસાનની ભરપાઈ કોણ કરશે તેવો ગંભીર સવાલ વેપારી સંગઠને ઉઠાવ્યો છે.
બીજી બાજુ, આ મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે જ્યાં ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એ નિવેદનની આકરી ટીકા કરી છે જેમાં તેમણે રેલીમાં આવનારા લોકોને બજારોમાંથી ખરીદી કરવા અપીલ કરી હતી. ખંડેલવાલે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે દિલ્હીના વેપારીઓને કોઈ રાજકીય ભીડ નહીં પરંતુ અસલી ગ્રાહકોની જરૂર છે અને રાહુલ ગાંધીનું આ નિવેદન વેપારી સમુદાય સાથે ક્રૂર મજાક સમાન છે. જોકે, અગાઉ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જારી કરીને દાવો કર્યો હતો કે રેલીથી વેપારીઓને કોઈ આર્થિક નુકસાન નહીં થાય અને ભાજપ માત્ર અફવાઓ ફેલાવી રહ્યો છે, કારણ કે રેલીમાં આવનારા લાખો લોકો તહેવારોની આ મોસમમાં નાની દુકાનોમાંથી ખરીદી કરીને વેપારીઓને સમર્થન પૂરું પાડશે.
