આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી દેશી હથિયારો, તીક્ષ્ણ હથિયારો, લોખંડની રોડ તેમજ લૂંટના સાધનો જપ્ત કર્યા છે. પોલીસ પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે આ ટોળકી માત્ર કૃષ્ણગિરી જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓમાં પણ સક્રિય રહેતી હતી અને અગાઉ પણ કેટલાક નાના-મોટા ગુનાઓમાં તેમની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ મા અંગે કલમો નોંધીને કાયદેસરની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. આ યુવકોના અન્ય કોઈ મોટા ગુનાહિત નેટવર્ક કે ગેંગ સાથેના સંબંધો વિશે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ કૃષ્ણગિરી અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમને શંકાસ્પદ વ્યક્તિઓ કે ગતિવિધિઓ જણાય, તો તુરંત પોલીસને જાણ કરે. ગુનાખોરી ડામવા માટે પોલીસ વિભાગ હવે રાત્રિ પેટ્રોલિંગ અને હાઇવે સિક્યુરિટી વધુ કડક બનાવી રહી છે, જેથી આવા અસામાજિક તત્વોને કડક સંદેશ મળી શકે. આગામી દિવસોમાં આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે, જેથી આ લૂંટના ષડયંત્ર પાછળના અન્ય માસ્ટરમાઇન્ડ અથવા સહયોગીઓનો પણ પર્દાફાશ થઈ શકે.
