JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમેરિકાએ ડ્રોન હુમલા સામે ટ્રસ્ટના ફ્લોરિડા નિવાસસ્થાન મા એલાગોની સુરક્ષામાં વધારો કર્યો

Oct 31, 2026 | 15:20 | By JAMNAGAR MIRROR
અમેરિકાએ ડ્રોન હુમલા સામે ટ્રસ્ટના ફ્લોરિડા નિવાસસ્થાન મા એલાગોની સુરક્ષામાં વધારો કર્યો
અમેરિકી સિક્રેટ સર્વિસની માંગને પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત મા એલાગો એસ્ટેટની સુરક્ષા માટે અત્યાધુનિક સ્ટિંગર મિસાઈલ સજ્જ એવેન્જર એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે.

તાજેતરના સમયમાં અદ્યતન ડ્રોન અને ઓછા ઉંચાઈ પર ઉડતા વિમાનોના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને, અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત પ્રખ્યાત 'મા એલાગો' (Mar-a-Lago) એસ્ટેટની આસપાસ સુરક્ષાનું અભેદ્ય કવચ ગોઠવી દીધું છે. યુએસ સિક્રેટ સર્વિસની ખાસ વિનંતી બાદ, નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) અને USNORTHCOM દ્વારા આ વિશેષ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ સુરક્ષા કવચ હેઠળ એસ્ટેટની આસપાસના વ્યૂહાત્મક સ્થળો જેવા કે લેક વર્થ લગૂનનું ફ્લોટિંગ પ્લેટફોર્મ, નજીકનો દરિયાકિનારો અને ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યાધુનિક શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ હવાઈ જોખમને તાત્કાલિક ધોરણે નિષ્ફળ બનાવી શકાય.

આ સુરક્ષા વ્યવસ્થામાં મુખ્યત્વે AN/TWQ-1 એવેન્જર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બોઇંગ દ્વારા વિકસિત એક અત્યંત સક્ષમ મોબાઇલ એર ડિફેન્સ પ્લેટફોર્મ છે. હમ્વી વાહન પર ફિટ કરાયેલી આ સિસ્ટમ દિવસ-રાત અને કોઈપણ ખરાબ હવામાનમાં પણ દુશ્મનના હવાઈ હુમલાને જડબાતોળ જવાબ આપી શકે છે. આ રેટાટેટિંગ ટર્રેટ સિસ્ટમમાં કુલ આઠ FIM-92 સ્ટિંગર સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો ગોઠવાયેલી હોય છે, જે ઇન્ફ્રારેડ ગાઇડન્સ ટેકનોલોજીની મદદથી લક્ષ્યનો પીછો કરે છે. આ ઉપરાંત, નજીકના જોખમોને પહોંચી વળવા માટે તેમાં .50-કેલિબરની M3P ઓટોમેટિક મશીન ગન પણ સામેલ છે, જે અંદાજે ૧૦ કિલોમીટર સુધીના ટાર્ગેટને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે.

તાજેતરના મહિનાઓમાં પામ બીચ વિસ્તારની પ્રતિબંધિત એરસ્પેસમાં ૧૬૦ કરતાં વધુ વખત ડ્રોન અને વિમાનો દ્વારા નિયમોના ભંગની ઘટનાઓ સામે આવ્યા બાદ આ કડક પગલાં લેવામાં આવ્યા છે. આધુનિક યુદ્ધ પદ્ધતિમાં એફપીવી (FPV) અને ફાઈબર-ઓપ્ટિક નિયંત્રિત ડ્રોન જેવા સસ્તા પરંતુ અત્યંતઘાતક ડ્રોનનું જોખમ સતત વધી રહ્યું છે, ખાસ કરીને દરિયાકાંઠે આવેલા મા એલાગો જેવા વીઆઈપી સ્થળો માટે કમાન્ડો-શૈલીના કામાકાઝી ડ્રોન મોટો પડકાર બની શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને તૈનાત કરાયેલી ડ્રોન વિરોધી (C-UAS) પ્રણાલીઓ શંકાસ્પદ ડ્રોનને સમયસર શોધીને તેને હવામાં જ નષ્ટ કરવા માટે પૂરી રીતે સક્ષમ છે, જે રાષ્ટ્રપતિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

LATEST ARTICLES