JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

પેટની સામાન્ય સમસ્યા કે કોલોન કેન્સર, આ શરૂઆતના લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ

Oct 28, 2026 | 19:49 | By JAMNAGAR MIRROR
પેટની સામાન્ય સમસ્યા કે કોલોન કેન્સર, આ શરૂઆતના લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
કોલોન કેન્સર એક ગંભીર અને ઘાતક બીમારી છે જેના શરૂઆતના લક્ષણો સામાન્ય પેટની તકલીફ જેવા જ હોય છે. આ લક્ષણોને અવગણવાથી મોટી મુશ્કેલી થઈ શકે છે તેથી શરીરના સંકેતોને ઓળખીને સમયસર ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

કોલોન કેન્સર એક ખૂબ જ ગંભીર બીમારી છે, જેના શરૂઆતના લક્ષણો ઘણીવાર સામાન્ય પેટની સમસ્યાઓ જેવા જ દેખાતા હોય છે. આ જ કારણ છે કે લોકો મોટાભાગે તેના સંકેતોને સામાન્ય સમજીને અવગણી દેતા હોય છે પરંતુ આ નાની બેદરકારી ભવિષ્યમાં ભારે પડી શકે છે. શરીર આપણને સમયસર ચેતવણી આપતું હોય છે, જરૂર છે ફક્ત તેને યોગ્ય સમયે પારખવાની. જો શરીરમાં કેટલાક ખાસ બદલાવો લાંબા સમય સુધી દેખાય તો તરત જ સાવચેત થઈ જવું જોઈએ.

આ ગંભીર બીમારી થવા પર શરીરમાં મળ ત્યાગની આદતોમાં અચાનક ફેરફાર જોવા મળે છે જેમ કે સતત કબજિયાત કે ઝાડા રહેવા અને જો આ સમસ્યા 1 અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે તો ચેતી જવું પડે. આ ઉપરાંત મળમાંથી લોહી આવવું, પેટમાં સતત દુખાવો કે ખેંચાણ રહેવું, મળ સાફ ન થયાની અનુભૂતિ થવી, કોઈ પણ વ્યાયામ કે ડાયેટ વગર અચાનક વજન ઘટવું અને હંમેશા થાક કે ચક્કર આવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે, જે અંદર ચાલી રહેલી ગંભીર ગરબડનો ઈશારો કરે છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ આ લક્ષણોનો સીધો અર્થ એ નથી કે તમને કોલોન કેન્સર જ છે પરંતુ શરીરમાં થતા નવા અને સતત રહેનારા ફેરફારોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. જો વગર કારણે રક્તસ્ત્રાવ જેવી સમસ્યા થાય તો તાત્કાલિક ડોક્ટર પાસે તપાસ કરાવવી અનિવાર્ય છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈપણ બાબતમાં જોખમ ન લેતા સમયસર યોગ્ય સારવાર અને ડોક્ટરની સલાહ લેવાથી મોટી બીમારીથી બચી શકાય છે.

LATEST ARTICLES