JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

અંકલેશ્વરના યુવા ઉદ્યોગપતિ અનુરાગ પાંડેની ઉત્તર પ્રદેશ ભાજપ પ્રદેશ કાર્યસમિતિમાં સદસ્ય તરીકે થઈ મોટી નિમણૂક

Oct 28, 2026 | 05:55 | By JAMNAGAR MIRROR
અંકલેશ્વરના યુવા ઉદ્યોગપતિ અનુરાગ પાંડેની ઉત્તર પ્રદેશ ભાજપ પ્રદેશ કાર્યસમિતિમાં સદસ્ય તરીકે થઈ મોટી નિમણૂક
અંકલેશ્વર જીઆઇડીસીની નેશનલ હાઈસ્કૂલના ટ્રસ્ટી અને બિઝનેસમેન અનુરાગ પાંડેએ યુવા વયે રાજકારણમાં મોટી સફળતા મેળવી છે. ઉત્તર પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલી પ્રદેશ કાર્યસમિતિની યાદીમાં પ્રતાપગઢમાંથી તેમનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ નિમણૂકથી અંકલેશ્વરના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકીય ક્ષેત્રે ગુજરાત અને યુપી વચ્ચેનો સેતુ મજબૂત બનાવતા અંકલેશ્વરના યુવા ઉદ્યોગપતિ અનુરાગ પાંડેએ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ભારતીય જનતા પાર્ટી, ઉત્તર પ્રદેશ દ્વારા हाल જમાં પ્રદેશ કાર્યસમિતિના સદસ્યોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રતાપગઢ બેઠક પરથી અનુરાગ પાંડેનું નામ સામેલ કરવામાં આવતા રાજકીય ગલિયારોમાં તેમની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના રાજકારણમાં અનેક અનુભવી દિગ્ગજ નેતાઓ વચ્ચે સૌથી નાની ઉંમરે આ મહત્વનું પદ મેળવીને તેમણે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

અનુરાગ પાંડે માત્ર રાજકારણ પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જાણીતી નેશનલ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે શિક્ષણ ક્ષેત્રે પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે. આ અગાઉ તેઓ દિલ્હી ભાજપમાં વિશેષ આમંત્રિત પ્રદેશ કાર્યસમિતિ સદસ્ય તરીકે પણ પોતાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. બિઝનેસ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવવાની સાથે-સાથે પક્ષના સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને સામાજિક કાર્યોમાં સક્રિય સહભાગિતાને ધ્યાનમાં રાખીને જ ભાજપ હાઈકમાન્ડે તેમને ઉત્તર પ્રદેશમાં આ મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે.

આ સિદ્ધિ બાદ અંકલેશ્વર શહેરના શૈક્ષણિક, સામાજિક અને રાજકીય આખીયે સિસ્ટમમાં આનંદની લહેર ફરી વળી છે અને ઠેરઠેરથી તેમને અભિનંદનવર્ષા થઈ રહી છે. દિલ્હી બાદ હવે ઉત્તર પ્રદેશ ભાજપમાં પણ મહત્વનું પદ મળવાથી યુવા નેતા તરીકે તેમનું કદ વધુ ઊંચું આવ્યું છે. આગામી સમયમાં તેમની આ સંગઠનાત્મક કુશળતાનો લાભ પાર્ટીને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ચોક્કસપણે મળશે તેવી આશા સ્થાનિક સમર્થકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

LATEST ARTICLES