JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

મહેસાણાની પાંચોટ કન્યા શાળાના મુખ્ય શિક્ષક વિષ્ણુભાઈ પ્રજાપતિનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

Oct 25, 2026 | 01:25 | By JAMNAGAR MIRROR
મહેસાણાની પાંચોટ કન્યા શાળાના મુખ્ય શિક્ષક વિષ્ણુભાઈ પ્રજાપતિનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

મહેસાણા જિલ્લાના પાંચોટ ગામની પ્રાથમિક કન્યા શાળાના લોકપ્રિય અને સમર્પિત મુખ્ય શિક્ષક વિષ્ણુભાઈ રામાભાઈ પ્રજાપતિ પોતાની લાંબી અને સફળ શૈક્ષણિક સેવાઓ બાદ વયનિવૃત્ત થતા, તાજેતરમાં દસમી ઓક્ટોબરના રોજ શાળાના પ્રાંગણમાં એક ભાવનાત્મક અને ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા અગ્રણીઓ, ગ્રામજનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વયનિવૃત્ત શિક્ષકને અનોખી વિદાય આપી હતી.

આ પ્રેરણાદાયી સમારંભ મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન વિષ્ણુભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને પાંચોટ ગામના જાણીતા ઉદાર દાતા મનુભાઈ ચોક્સી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વક્તાઓએ વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતરમાં આપવામાં આવેલા અમૂલ્ય યોગદાન અને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

શાળા પરિસરમાં યોજાયેલા આ સંસ્મરણો સભર પ્રસંગે શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિના સભ્યો, ગ્રામજનો તેમજ સેન્ટર અંતર્ગત આવતી વિવિધ શાળાઓના આચાર્યો અને શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના અંતે વિષ્ણુભાઈ પ્રજાપતિને તેમની નિષ્ઠાવાન સેવાઓ બદલ માનપત્ર અને સ્મૃતિ ભેટ અર્પણ કરી ભીની આંબે વિદાય આપવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને ભાવુક બનાવી દીધું હતું.

LATEST ARTICLES