JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ભારત વૈશ્વિક સ્તરે અલગ-થલગ નથી રહેતું: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું જર્મનીમાં મોટું નિવેદન

Oct 24, 2026 | 08:45 | By JAMNAGAR MIRROR
ભારત વૈશ્વિક સ્તરે અલગ-થલગ નથી રહેતું: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું જર્મનીમાં મોટું નિવેદન

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે તેમના જર્મની પ્રવાસ દરમિયાન જર્મન સંશોધન સંસ્થાઓ સાથેની એક વિશેષ બેઠકમાં ભારતને સહ-વિકાસ, સહ-ડિઝાઇન, સહ-નિર્માણ અને સહ-નવાચાર માટે એક આદર્શ ભાગીદાર તરીકે રજૂ કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આજે વૈશ્વિક સ્તરે અલગ-થલગ જીવી રહ્યું નથી, પરંતુ વૈશ્વિક વેપાર માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરાર અને અનેક મહત્વપૂર્ણ વેપાર કરારો ભવિષ્યમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત કરશે.

મંત્રીએ જર્મન સંસ્થાઓને ભારતીય ઉદ્યોગો અને શિક્ષણ જગત સાથે મળીને સંશોધનને પ્રયોગશાળામાંથી સીધા કારખાના સુધી લઈ જવા માટે વિશેષ આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકાર માત્ર એક ઉત્પ્રેરક તરીકેની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ અંતે ઉદ્યોગો, શિક્ષણવિદો અને સંશોધકોએ જ સાથે મળીને આ દિશામાં આગળ વધવું પડશે. જર્મન સંસ્થાઓ વૈજ્ઞાનિક સંશોધનને વાસ્તવિક ઉત્પાદનોમાં ફેરવવામાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવે છે અને ભારત આ ક્ષેત્રમાં જર્મનીના અનુભવનો લાભ લેવા માટે ઉત્સુક છે.

આગામી સમયમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો મુક્ત વેપાર કરાર બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. જર્મનની અત્યાધુનિક ચોકસાઈવાળી ટેકનોલોજી અને એન્જિનિયરિંગ તેમજ ભારતની પ્રતિભા અને કિફાયતી ઉત્પાદન ખર્ચ મળીને સમગ્ર વિશ્વની જરૂરિયાતો સંતોષી શકે છે. આ એક મોટી મહત્વાકાંક્ષા છે જેની સાથે ભારતે વૈશ્વિક બજારમાં પોતાના પગપેસારો કર્યો છે. મંત્રીનો આ પ્રવાસ ભારત અને જર્મની વચ્ચે વેપાર, રોકાણ અને ટેકનોલોજીના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

LATEST ARTICLES