JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

હિલેરી ક્લિંટનની સંસદીય સમિતિની બંધ બારણાની બેઠકમાં ગુસ્સા પર કાબૂ ન રહ્યો, ટેબલ પછાડીને કાર્યવાહી છોડીને બહાર નીકળી ગયા

Oct 23, 2026 | 19:25 | By JAMNAGAR MIRROR
હિલેરી ક્લિંટનની સંસદીય સમિતિની બંધ બારણાની બેઠકમાં ગુસ્સા પર કાબૂ ન રહ્યો, ટેબલ પછાડીને કાર્યવાહી છોડીને બહાર નીકળી ગયા

અમેરિકાના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારી અને નાટકીય ઘટના સામે આવી છે, જેમાં દેશના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિંટન એક ખાનગી પૂછપરછ દરમિયાન પોતાનોા આપા ખોઈ બેઠા હતા. વિવાદાસ્પદ જેફરી એપ્પસ્ટીન સાથેના કથિત સંબંધો અને રાજકીય જોડાણોને લઈને રિપબ્લિકન પાર્ટીના સાંસદો દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હતી, ત્યારે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો હતો. વિપક્ષીસભ્યો દ્વારા અચાનક એક ખાનગી તસવીર સાર્વજનિક કરવામાં આવતાં હિલેરી ક્લિંટન ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ગુસ્સામાં આવીને ટેબલ પર જોરથી મુક્કો માર્યો હતો.

આ વિસ્ફોટક બેઠક બંધ બારણે ચાલી રહી હતી, પરંતુ હાઇ-વોલ્ટેજ ડ્રામા બાદ ગૃહની દેખરેખ સમિતિ દ્વારા આ ઘર્ષણના કેટલાક વીડિયો ક્લિપ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સવાલોના મારોથી ઘેરાયેલા હિલેરી ક્લિંટને ગુસ્સામાં "હું પૂરું કરું છું" એવી બૂમ પાડી અને તાત્કાલિક બેઠક છોડીને બહાર ચાલ્યા ગયા હતા. જોકે, થોડા સમય બાદ તેઓ ફરીથી રૂમમાં પાછા ફર્યા હતા, પરંતુ આ ઘટનાએ અમેરિકન રાજકારણમાં ભારે હડકંપ મચાવી દીધો છે.

આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું પૂર આવ્યું છે અને આ મામલે ભારે રાજકીય વિવાદ પણ સર્જાયો છે. રિપબ્લિકન સભ્યો દ્વારા જેફરી એપ્પસ્ટીન પ્રકરણમાં સત્ય બહાર લાવવા માટે દબાણ વધારવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમોક્રેટિક સમર્થકો આને રાજકીય બદલો લેવાની ભાવનાથી પ્રેરાયેલું પગલું ગણાવી રહ્યા છે. આ વાયરલ થયેલી ટેસ્ટિમોની અને તે દરમિયાન સર્જાયેલા ઉગ્ર માહોલે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે, અને સમગ્ર ઘટના પર દેશ-વિદેશના રાજકીય વિશ્લેષકોની નજર ટકેલી છે.

LATEST ARTICLES