JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

દિલ્હી એરપોર્ટ પર પંજાબના મુખ્યમંત્રીને રોકવા બાબતે ગંભીર રાજકીય વિવાદ, ભગવંત માનના મોટા આક્ષેપો

Oct 23, 2026 | 18:35 | By JAMNAGAR MIRROR
દિલ્હી એરપોર્ટ પર પંજાબના મુખ્યમંત્રીને રોકવા બાબતે ગંભીર રાજકીય વિવાદ, ભગવંત માનના મોટા આક્ષેપો

પેરીસથી એક ખાદ્ય વેપાર મેળામાં ભાગ લઈને પરત ફરેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને દિલ્હી હવાઈ મથક પર કથિત રીતે બે કલાક સુધી રોકી રાખવાની ઘટનાએ દેશના રાજકારણમાં ભારે ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને લઈને પંજાબ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે અધિકારીઓ દ્વારા સામાનની ચકાસણીનું બહાનું બનાવીને તેમને હેરાન કરવામાં આવ્યા હતા અને લાંબી પૂછપરછ બાદ તેમની પાસેથી પચાસ હજાર રૂપિયાનું ચલણ પણ વસૂલવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે રાજકીય પક્ષો દ્વારા કેન્દ્ર સરકાર સામે ગંભીર આરોપો મૂકવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી ભગવંત મૌને આ મામલે એક મોટો ખુલાસો કરતા આક્ષેપ કર્યો છે કે દિલ્હી હવાઈ મથકના કસ્ટમ વિભાગના વડા એવા મનીષ મુખ્ય ચૂંટણી કયુનેશનર જ્ઞાનેશ કુમારના સગા ભાઈ છે. તેમણે જણાવ્યું કે અધિકારીઓએ વારંવાર સામાન ચેક કરવાનું કહીને તેમને બે કલાક સુધી બેસાડી રાખ્યા હતા, પરંતુ અંતે સામાનમાંથી કઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આમ છતાં તેમને અકારણ રોકી રાખવા પાછળ કોઈ મોટું રાજકીય દાયિત્વ કે પક્ષીય દબાણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પંજાબના શાસક પક્ષના પ્રવક્તાએ આ ઘટનાને પંજાબના સ્વમાનને ઠેસ પહોંચાડવાનો અને મુખ્યમંત્રીને નીચા દેખાડવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો છે.

આ અગાઉ પણ પંજાબ સરકારના પેરીસ પ્રવાસને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ થયો હતો. કેન્દ્ર દ્વારા રાજકીય મંજૂરી નકાર્યા બાદ મામલો અદાલતમાં ગયો હતો અને અદાલતે કેન્દ્રના નિર્ણયને રદ્દ કર્યો હતો. હવે હવાઈ મથક પર બનેલી આ ઘટના બાદ વિપક્ષી નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી અને તેમના પત્નીને વધુ સામાન કે નાણાં રાખવાના આરોપસર કલાકો સુધી સવાલો પૂછવામાં આવ્યા હતા. આ સમગ્ર વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે અને કેન્દ્રીય તેમજ રાજ્ય સ્તરે રાજકીય ગરમાવો વધી ગયો છે.

LATEST ARTICLES