JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ભરૂચના લખીગામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું, અદાણી ફાઉન્ડેશન દ્વારા અદ્યતન રોડ સ્વીપર મશીન અર્પણ

Oct 23, 2026 | 06:11 | By JAMNAGAR MIRROR
ભરૂચના લખીગામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું, અદાણી ફાઉન્ડેશન દ્વારા અદ્યતન રોડ સ્વીપર મશીન અર્પણ

ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના ઉદ્દેશથી એક પ્રશંસનીય પગલું ભરાયું છે. અદાણી સિમેન્ટની કોર્પોરેટ પર્યાવરણ જવાબદારીની વિશેષ પહેલ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના લખીગામ ગ્રામ પંચાયતને એક અત્યાધુનિક ટ્રક માઉન્ટેડ રોડ વેક્યૂમ સ્વીપર મશીન ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું છે. આ આધુનિક મશીન જોડાવાથી હવે ગામડાના રસ્તાઓની સફાઈ ઝડપી અને ચોકસાઈપૂર્વક થઈ શકશે, જેનાથી ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું થશે.

આ અદ્યતન મશીનનું વિધિવત લોકાર્પણ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર અતુલ ગોર, અદાણી દહેજ પોર્ટના મુખ્ય ઓપરેટિંગ અધિકારી કેપ્ટન ધરમ પ્રકાશ, વાગરાના તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, લખીગામના સરપંચ અમરસંગભાઈ રાઠોડ તેમજ ઉપસરપંચ સતીશભાઈ ગોહિલના હસ્તે રીબીન કાપીને મશીનને લોકાર્પિત કરવામાં આવ્યું હતું. આ મહાનુભાવોની ઉપસ્થિતિએ ગ્રામજનોમાં અનેકણો ઉત્સાહ વધાર્યો હતો અને સ્થાનિક વિકાસ માટે આવા કાર્યો અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

આ વિશેષ કાર્યક્રમમાં તલાટી કમ મંત્રી ઓમકારસિંહ રાણા, તાલુકા પંચાયત સભ્ય કાંતિભાઈ રાઠોડ સહિત દહેજ પોર્ટ અને અદાણી ફાઉન્ડેશનના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને ગ્રામજનોએ આ મહત્વપૂર્ણ યોગદાન બદલ અદાણી પોર્ટ, અદાણી સિમેન્ટ અને અદાણી ફાઉન્ડેશનનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. આ પહેલથી ગ્રામીણ સ્વચ્છતા ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે અને અન્ય પંચાયતો માટે પણ આ એક પ્રેરણારૂપ કદમ સાબિત થશે.

LATEST ARTICLES