JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

અદાણી ટોટલ ગેસમાં વહીવટી ફેરફાર: સંજય પંડિતા બન્યા કાર્યકારી નિયામક

Oct 22, 2026 | 16:15 | By JAMNAGAR MIRROR
અદાણી ટોટલ ગેસમાં વહીવટી ફેરફાર: સંજય પંડિતા બન્યા કાર્યકારી નિયામક

જામનગર મિરર બ્યુરો

દેશની અગ્રણી ઊર્જા ક્ષેત્રની કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા કંપનીના વહીવટી માળખામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીના વર્તમાન મુખ્ય કાર્યકારી અધિકારી સંજય પંડિતાને આગામી ત્રણ વર્ષ માટે કંપનીના કાર્યકારી નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક આગામી સમયમાં કંપનીના વ્યવસાયિક વિસ્તરણ અને વહીવટી કુશળતાને વધુ મજબૂત બનાવશે તેવી ઉદ્યોગ જગતમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મહત્વપૂર્ણ ફેરફાર પાછળનું મુખ્ય કારણ કંપનીના વર્તમાન મુખ્ય અજિકારી સુરેશ પી. મંગલાણીની નિવૃત્તિ છે. સુરેશ પી. મંગલાણી તેમની વય મર્યાદા પૂર્ણ કરીને આગામી ઓક્ટોબર માસના અંતે વય નિવૃત્તિ મેળવી રહ્યા છે. તેમના લાંબા અને સફળ કાર્યકાળ દરમિયાન કંપનીએ ગેસ વિતરણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે અને બજારમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. તેમના સ્થાને હવે સંજય પંડિતા આ જવાબદારી સંભાળશે.

સંજય પંડિતા પાસે ઊર્જા અને ગેસ ક્ષેત્રનો બહોળો અનુભવ છે. અદાણી જૂથની આ કંપની તેમના નેતૃત્વ હેઠળ ગ્રીન એનર્જી અને કુદરતી ગેસના ક્ષેત્રમાં નવા સીમાચિહ્નો સર કરશે તેવો વિશ્વાસ સંચાલક મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. વ્યવસાયિક જગતમાં આ ફેરફારને ખૂબ જ સકારાત્મક નજરે જોવામાં આવી રહ્યો છે અને શેરબજાર તથા રોકાણકારોનું ધ્યાન પણ આ નવા નેતૃત્વ તરફ ખેંચાયું છે.

LATEST ARTICLES